અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ પશુઓમાં આવતા માલધારીઓમાં ફફડાટ - At This Time

અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ પશુઓમાં આવતા માલધારીઓમાં ફફડાટ


અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ પશુઓમાં આવતા માલધારીઓમાં ફફડાટ

અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ પશુઓમાં આવતા માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ને આ અનોખા વાયરસથી માલધારીઓના પશુઓ ટપોટપ મરી જતા પશુપાલકો ચિંતિત બની ગયા છે. પશુ પાલકો અને ખેતી પર નિર્ભર ભાવરડી ગામમાં છેલા 5 6 દિવસથી એક ઝેરી વાયરસ પશુઓમાં ફેલાયો છે જેને લઈને પશુઓના મોત થઈ રહ્યા છે ને ભાવરડીના રત્નાભાઈ ભરવાડ નામના માલધારીના 30 થી 40 જેટલા ઘેટાઓ અચાનક જ મોતને ભેટતા માલધારી હતપ્રભ થઈ ગયેલો અને પોતાની આજીવિકા ના 30 થી 40 જેટલા ઘેટાઓના મોતથી માલધારીઓ પર આભ તૂટી પડેલું અને ગામના સરપંચને જાણ કરીને પશુઓના મોત અંગે રત્નાભાઈ ભરવાડે વાકેફ કર્યા હતા. ગીર પંથકના ગામડાઓમાં મોટાભાગે માલધારીઓ જ વસવાટ કરે છે ને ભાવરડી ગામમાં રત્નાભાઈ ભરવાડના 30 થી 40 ઘેટા મોતને ભેટતા પશુ ચિકિત્સક દ્વારા 4 5 દિવસથી પશુઓ પર મોનોટરિંગ થઈ રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.