હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાનો મતદાન સાક્ષરતા માટે વર્કશોપયોજાયો - At This Time

હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાનો મતદાન સાક્ષરતા માટે વર્કશોપયોજાયો


*હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાનો મતદાન સાક્ષરતા માટે વર્કશોપ યોજાયો*
*******************
સાબરકાંઠામાં હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત મતદાન સાક્ષરતા માટે વર્કશોપ અધિક કલેક્ટર શ્રી કે. પી પાટીદારની અધ્યક્ષતામાં યોજાયો હતો.
અધિક કલેક્ટર શ્રી કે. પી પાટીદારશ્રીએ જણાવ્યું હતું કે ભારત લોકશાહી ધારાવતો દેશ છે. લોકશાહીમાં મતદાનનો અધિકાર મળ્યો છે. તેનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ. નવા મતદારો માટે આ એક ઉત્સાહનો વિષય છે. ત્યારે દરેક નાગરિકે યોગ્ય રીતે મતદાન કરી લોકશાહીમાં ભાગીદાર થવું જોઈએ.વધુમાં તેમણે જણાવ્યું કે બી.એલ.ઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદાર યાદીને લગતા કામો પુરા કરવામાં આવે છે. જે ખુબ મહત્વની કામગીરી છે.મતદાન એ મહાદાન છે. આથી વર્કશોપમાંથી મળેલ માહિતી અન્યને આપી મતદાન અંગે જાગૃતી ફેલાવવા માટે અનુરોધ કર્યો હતો.
આ વર્કશોપમાં જિલ્લા શિક્ષણાધિકારી એસ. કે વ્યાસ દ્વારા મતદાન સાક્ષરતા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. મતદાન સાક્ષરતા માટેના વર્કશોપમાં મતદાન જાગૃતિ માટેની ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી હતી.તેમજ ૧લી ઓગસ્ટથી યોજાનારા મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમનો નાગરિકોને લાભ જણાવાયુ હતુ.
જિલ્લાકક્ષાના આ વર્કશોપમાં જિલ્લા શિક્ષણ કચેરીના નિરીક્ષક શ્રી તરૂણાબેન દેસાઇ,ચુંટણી નાયબ ડેપ્યુટી મામતદારશ્રીઓ, તાલુકા કેળવણી નિરીક્ષકો, બી.આર.સીશ્રીઓ, જિલ્લાની તમામ હાઇસ્કુલના સ્પીપા કાર્યક્રમ સંભાળતા નોડેલ અધિકારીશ્રીઓ તથા જિલ્લાની કોલેજમાંથી કેમ્પસ એમ્બેસીડરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.