જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ - At This Time

જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ


જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ

હે પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિહ રાઠૌડ સાહેબ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા સાહેબ ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો જસદણ વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે સોમલપર ગામની સીમમાં રહેતા રમેશભાઇ ધનાભાઇ શીયાળે સોમલપર ગામની સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીએ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખેલ હોવાની સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુરને ગે.કા હથિયાર સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપી

રમેશભાઇ ધનાભાઇ શીયાળ જાતે કોળી ઉ.વ. ૪૫ ધંધો-ખેતી રહે સોમલપર ગામની ખારી સીમ વિસ્તાર તા.વિંછીયા જી.રાજકોટ

કબ્જે કરેલ મુદામાલઃ એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૩૦૦૦/

લોખંડ ના છરા નંગ-૩૦ કિ.રૂ.૫૦/

દરૂગોળા નો પાવડર કિ.રૂ.૧૫૦/

કુલ કિંમત રૂપિયા:- ૩૨૦૦/

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઃ

એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા સાહેબ તથા એ.એસ.આઇ પરવેઝભાઇ સમા તથા પો.હેડ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમિતભાઇ કનેરીયા તથા અતુલભાઇ ડાભી તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગૌસ્વામી તથા નિરાલીબેન વેકરીયા

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.