માળીયા તાલુકાના યુવાન ભરત સોંદરવા એ વડાપ્રધાન પત્ર લખી SMA-1નામની બિમારીમાં ફ્રી ઈલાજ ની માંગ કરવામાં આવી. - At This Time

માળીયા તાલુકાના યુવાન ભરત સોંદરવા એ વડાપ્રધાન પત્ર લખી SMA-1નામની બિમારીમાં ફ્રી ઈલાજ ની માંગ કરવામાં આવી.


દેશમાં SMA-1 નામની બિમારી ઘણાં બાળકો ને થઈ રહી છે તેના ઇલાજ માટે અંદાજીત 16 કરોડ રૂપિયા જેવો ખર્ચ આવે છે ત્યારે પરિવાર ઉપર આફત આવી પડે છે અને ઈલાજ કરવો મુશ્કેલ બને છે.ભૂતકાળ માં કોડીનાર તાલુકાનાં વિવાન અશોકભાઈ વાઢેર નામના બાળકનુ આ ગંભીર બિમારી નાં લીધે મોત નીપજ્યું હતું.તેમજ હાલ માણાવદર તાલુકા ના રોણકિ ગામે અયાન પરમાર નામ ના બાળક SMA-1નામની બિમારી થી પિડાઈ છે પોતના પરિવર ના લોકો મદદ માગી રહ્યા છે જે બાબત ને ધ્યાન માં રાંખીને માળીયા તાલુકા ખાતે ભરત સોંદરવા એ SMA -1 (સ્પાઇન મસ્કયુલર એટ્રોફી) નામની બાળકોને થતી અતિ ગંભીર અને ખર્ચાળ બિમારી બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખર્ચ ઉઠાવી અને સરકારી હોસ્પિટલ માં આ બિમારી નાં દર્દી એવાં માસૂમ બાળકો ની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમની જીંદગી બચી શકે આવી માનવતાવાદી માંગ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખીને રજુઆત કરી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.