૧૨ વર્ષની પાલક દિકરીનો વારંવાર દેહ પીંખ્‍યોઃ કારખાનેદાર કોૈશિકે પણ આચર્યુ દૂષ્‍કર્મ - At This Time

૧૨ વર્ષની પાલક દિકરીનો વારંવાર દેહ પીંખ્‍યોઃ કારખાનેદાર કોૈશિકે પણ આચર્યુ દૂષ્‍કર્મ


રાજકોટ તા. ૨૩: શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ (બામણબોર)માં રહેતાં સંધી મુસ્‍લિમ શખ્‍સે પોતાની જ ૧૨ વર્ષની પાલક દિકરી સાથે દોઢેક વર્ષ પહેલા અવાર નવાર દૂષ્‍કર્મ ગુજારતાં અને પાલક માએ જો કોઇને વાત કરી તો મારી નાંખીશ તેવી ધમક આપતાં ચકચાર જાગી છે. એટલુ જ નહિ મુસ્‍લિમ શખ્‍સ જ્‍યાં રહીને કામ કરે છે એ કારખાનાના માલિકે પણ આ બાળા સાથે અવારઅનવાર દૂષ્‍કર્મ આચર્યાની શારીરિક અડપલા કર્યાની વિગતો સાથેની ખળભળાટ મચાવતી ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં નોંધાતાં આરોપીઓને સકંજામાં લેવા તજવીજ થઇ છે. આ બનાવથી હવસખોરો પર ફિટકાર વરસી રહ્યો છે.
આ બનાવમાં પોલીસે ભોગ બનનાર બાળાના અસલી માતા કે જે ગીર પંથકમાં રહે છે તેની ફરિયાદ પરથી નવાગામ બામણબોરમાં આવેલા આકાશ પોલીસમર્સ નામના કારખાનામાં કામ કરતાં અને ત્‍યાંની ઓરડીમાં જ રહેતાં અલી અલ્લારખાભાઇ સમેજા (સંધી) અને તેન પત્‍નિ આશુ અલી સમેજા તથા આકાશ પોલીસર્મ કારખાનાના માલિક કોૈશિક લોહાણા વિરૂધ્‍ધ આઇપીસી ૩૭૬ (બી), ૩૫૪ (ક), ૫૦૬ (૨) અને પોક્‍સો હેઠળ ગુનો નોંધ્‍યો છે.
મહિલાએ પોલીસને વિગતો આપતાં કહ્યું હતું કે પરીચીત એવા આશુને સંતાન ન હોઇ મારી દિકરી એકાદ માસની હતી ત્‍યારથી તેણીને દત્તક આપી હતી. તે વખતે આશુ અને તેનો પતિ અલી સમેજા તેના મુળ વતન જુનાગઢ પંથકના ગામે રહેતાં હતાં. ત્‍યારબાદ આશુ અને અલીને ત્રણ સંતાન થયા હતાં. એ પછી છેલ્લા બે અઢી વર્ષથી આ દંપતિ નવાગામ બામણબોર ખાતે આવેલા આકાશ પોલીમર્સ નામના કારખાનામાં કામ કરવા ગયા હોઇ ત્‍યાંની ઓરડીમાં જ મારી ૧૧ વર્ષ અને ૧૧ માસની વય ધરાવતી દિકરી તથા તેના ત્રણ સંતાન એમ બધા ત્‍યાં જ રહેતાં હતાં.
બામણબોર નવાગામ રહેવા ગયા બાદ મારી દિકરી અવાર-નવાર અમારી ઘરે આવતી હતી અને ફરીથી પાલક માતા-પિતા અલી અને આશુ સાથે જવાની ના પાડતી હતી. આજથી દોઢેક વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં અલી તેની પત્‍નિ આશુ અને મારી દિકરી આવ્‍યા હતાં ત્‍યારે મારી દિકરી થોડા દિવસ અમારી સાથે રહી હતી. એ પછી તે અલી અને આશુના ઘરે જવા ઇચ્‍છતી નહોતી. ગત ઇદના તહેવારમાં પણ મારી દિકરીએ પાલક માતા આશુ સાથે વાત કરી હતી અને ત્‍યાં પોતે નહિ જાય તેમ કહ્યું હતું. ત્‍યારબાદ૧૧/૭ના રોજ મારી દિકરીને તેના પાલક માતા-પિતા પાસે મોકલવાની મારા પતિએ વાત કરતાં તે રડવા માંડી હતી અને કહેવા માંડ હતી કે ત્‍યાં મારે જવું જ નથી, આશુએ જ્‍યારે એક સંતાનને જન્‍મ આપ્‍યો ત્‍યારથી પાલક પિતા અલીએ મારી સાથે અત્‍યંત ખરાબ અડપલા ચાલુ કર્યા હતાં. એક વખત તેણે મારી સાથે બળજબરી કરી મારુ મોઢુ દાબી રાખી આખા શરીરે અડપલા કર્યા હતાં.
તે આવું વારંવાર કરવા માંડયા હતાં અને ઘણી વાર આવું ખરાબ ખરાબ કર્યુ છે. થોડા દિવસ પછી કારખાનાવાળા કોૈશિકની ઓફિસમાં હું બપોરે ટિફીન દેવા જતાં કોૈશિકે પણ પોતાના પેન્‍ટની ચેઇન ખોલી મારી પાસે તેના ગુપ્‍ત ભાગને મારા મોઢામાં નાંખી ખરાબ કરાવ્‍યું હતું. તેમજ થોડા દિવસ પછી ફરીથી કોૈશિકે પણ મારી સાથે અલીની જેમ જ નીચેના કપડા કઢાવી બળજબરી કરી લીધી હતી અને મોઢુ દબાવી દીધું હતું. કોૈશિકે પણ આવું અવાર-નવાર કર્યુ હતું. મેં આ વાત પાલક મા આશુબેનને કરતાં તેણે કોઇ જવાબ આપ્‍યો નહોતો અને કોઇને વાત કરતી નહિ નહિતર મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આ કારણે મારે હવે ફરીથી અલી અને આશુ પાસે જવું નથી.
ઉપરોક્‍ત વાત બાળાએ રડતાં રડતાં પોતાના માતા-પિતાને કરી હતી. એ પછી પિતા બહારગામ ગયા હોઇ ગત ૨૧મીએ પરત આવી ગીર પંથકના એક પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કર્યા બાદ રાજકોટ એરપોર્ટ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં અને ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.