હવે ગ્રેજ્યુએશન કરતા કોઇપણ વિદ્યાર્થી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઈન ડિપ્લોમા અભ્યાસ ઘર બેઠા કરી શકશે. - At This Time

હવે ગ્રેજ્યુએશન કરતા કોઇપણ વિદ્યાર્થી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઈન ડિપ્લોમા અભ્યાસ ઘર બેઠા કરી શકશે.


હવે ગ્રેજ્યુએશન કરતા કોઇપણ વિદ્યાર્થી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઈન ડિપ્લોમા અભ્યાસ ઘર બેઠા કરી શકશે.

ઘેર બેઠા જ કર્મકાંડ,મંદિર વ્યવસ્થાપન,વાસ્તુ,જ્યોતિષ અને સંસ્કૃત શીખી શકશે
ધોરણ 12 પાસ કોણ વ્યક્તિ ઘર બેઠા અભ્યાસ કરી શકશે.

ઓનલાઇન ફોર્મ ભરાવાનું શરૂ: અંતિમ તારીખ 17 ઓગસ્ટ

વેરાવળ....
વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022-23 થી દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 12 પાસ કોઇ પણ વ્યક્તિ ઘેર બેઠા કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, વાસ્તુ, જ્યોતિષ અને સંસ્કૃત ભાષા વિષયનો અભ્યાસ ઘર બેઠા કરી શકશે. યુનિ. દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવાનું શરૂ થઇ ગયું છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ છે.
વેરાવળમાં આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ. લલિતકુમાર પટેલ કુલસચિવ ડૉ. દશરથ જાદવનાં માર્ગદર્શનમાં વર્ષ 2022-23થી દૂરવર્તી શિક્ષણ પદ્ધતિનાં માધ્યમથી ઘેર બેઠા ડિપ્લોમા અભ્યાસક્રમનો પ્રારંભ કર્યો છે. જેમાં ધોરણ 12 પાસ કોઇ પણ વ્યક્તિ ડિપ્લોમા અભ્યાસ કરી શકશે. ડિપ્લોમા અભ્યાસ કરવા ઇચ્છતા ઉમેદવારો ડિપ્લોમા ઇન કર્મકાંડ, ડિપ્લોમા ઇન જ્યોતિષ, ડિપ્લોમા ઇન વાસ્તુશાસ્ત્ર, ડિપ્લોમા ઇન સંસ્કૃત ભાષા, ડિપ્લોમા ઇન મંદિર વ્યસ્થાપન વિષય ઉપર અભ્યાસ કરી શકશે. શ્રી સોમનાથ યુનિવર્સીટી દ્વારા ડિપ્લોમા અભ્યાસને લઇ ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવી રહ્યાં છે. તા. 17 જુલાઇ 2022થી ઓનલાઇન ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. જે તા. 17 ઓગસ્ટ 2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીની વેબસાઇટ www.de.sssu.ac.in અથવા www.de.sssu.ac.in ઉપરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ અંગેની વિસ્તૃત માહિતી દૂરવર્તી શિક્ષણના વહીવટી અધિકારી ડૉ.રામભાઈ બાકુ આપેલ જેમાં દૂરવર્તી શિક્ષણ માટે કોઇપણ માહિતી માટે મો. 991340797, 9824475053 નો સંપર્ક કરવાનો રહશે. જો કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીનાં આ દૂરવર્તી શિક્ષણનાં ડિપ્લોમા અભ્યાસ સાથે અન્ય એક અભ્યાસ કરી શકે તેમ જ નોકરી કરતા હોય તે પણ ડિપ્લોમા અભ્યાસ કરી શકશે.

રીપોર્ટ દિપક જોષી. પ્રાચી ગીર સોમનાથ... 9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.