દાધોળીયા ગામે વિકાસ યાત્રા માં વિધાર્થીઓ ને હાજર રાખવામાં આવતાં વાલીઓ માં આક્રોશ - At This Time

દાધોળીયા ગામે વિકાસ યાત્રા માં વિધાર્થીઓ ને હાજર રાખવામાં આવતાં વાલીઓ માં આક્રોશ


*મુળી તાલુકાનાં દાધોળીયા ગામે સ્કુલ ના બાળકો વચ્ચે આવી પહોંચી વીસ વર્ષની વિકાસ યાત્રા*

*બાળકો ને ફરજિયાત હાજર રહેવાનો આદેશ*

મુળી તાલુકાનાં દાધોળીયા ગામે ગુજરાત સરકાર ની વીસ વર્ષ નાં કામોની વિકાસ યાત્રા આવી પહોંચી હતી જેમાં લોકો તરફથી નબળો પ્રતિસાદ મળતાં સ્કુલ નાં બાળકોને ફરજિયાત હાજર રહેવાનો આદેશ આપવામાં આવતાં મોટી સંખ્યામાં બાળકોને ઉપસ્થિત રાખવામાં આવેલ હતાં ગામલોકો માં સરકાર નાં વિકાસ ની હાંસી મશ્કરી ઉડાવતાં જણાવ્યું હતું કે બાળકો વચ્ચે વિકાસ ની ગાથા સંભળાવવા નો શું અર્થ? અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને હાજર રખાતાં સોશ્યલ મીડિયામાં વિકાસ યાત્રા નાં આબરૂ નાં ધજાગરા ઉડ્યા હતા ગામલોકો અને જનતા માં વિકાસ યાત્રા નો પ્રતિસાદ ન મળતાં છેલ્લે કાર્યક્રમ સારો બતાવવા વિધાર્થીઓ નો સહયોગ લેવો પડેલ હતો મુળી તાલુકાનાં દાધોળીયા ગામે વિકાસ યાત્રા માં વિધાર્થીઓ ને હાજર રાખવામાં આવતાં વાલીઓ માં આક્રોશ ફેલાયો હતો અને જણાવ્યું હતું કે પહેલાં શિક્ષણ માં ઓરડા ઘટ શિક્ષક ઘટ મેદાનની સુવિધા પાણી ની સુવિધા ઉપલબ્ધ સરકાર કરાવે અને સારું શિક્ષણ મળી રહે તે બાબતે કામ કરવાની જરૂર હોય આવા શિક્ષણ બગાડી વિધાર્થીઓ ને સરકાર નાં કાર્યક્રમ માં હાજર રાખવાની જરૂર નથી

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.