૧૦૮ ને જવાનો રસ્તો ન હોવાથી પગદંડી સમાન રસ્તા માં EMT એ એક km ચાલી ને પહોંચી ને ડિલિવરી કરવી હતી - At This Time

૧૦૮ ને જવાનો રસ્તો ન હોવાથી પગદંડી સમાન રસ્તા માં EMT એ એક km ચાલી ને પહોંચી ને ડિલિવરી કરવી હતી


આજરોજ વલ્લભીપુર તાલુકાના દરેડ ગામના વાડી વિસ્તાર માં રેહતા ખેત મજુર ના ઘરે સગર્ભા ને પ્રસુતિ ની પીડા શરુ થતા ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો. EMT મયુર ડોડીયા અને પાઈલોટ પ્રવીણભાઈ ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીયા હતા, પણ આગળ નો રસ્તો ઝાડી ઝાંખરા વાળો અને પગદંડી સમાન હતો. આથી, ૧૦૮ નો સ્ટાફ ડિલિવરી નો જરૂરી સમાન સાથે લઈ એક કિલોમીટર ચાલીને ત્યાં પહોંચીયા હતા , ઘટના સ્થળ પર પહોંચતા પહેલા ત્યાં ડિલિવરી થઈ હતી તો EMT એ માતા બાળક ને જરૂરી સારવાર આપી હતી.

માતા ને ડિલિવરી પછી લોહી વધારે વહી ગયું હતું અને બ્લડ પ્રેશર ઘટી ગયું હતું, EMT મયુર ડોડીયા એ ઝડપ થી માતા ને ૧૦૮ એમ્બ્યુલન્સ માં લઈ IV FLUIDS અને INJ OXYTOCIN ચાલુ કર્યું હતું. વલભીપુર સરકારી દવાખાના પહોંચતા પહેલા માતા ની તબિયતમાં સુધારો થયો હતો. પરિવાર જનો એ ૧૦૮ ના સ્ટાફ નો આભાર માન્યો હતો, સાથે સાથે બોટાદ જિલ્લાના અધિકારી દિનેશ જલુ સર અને ઉચ્ચ અધિકારી ચેતન ગાધે સાહેબે સારા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટ.. ચંદ્રકાન્ત સોલંકી ગઢડા સ્વામીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.