બાલાસિનોર તાલુકાના કુવેચીયા માલાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવી પરંતુ પાણી આજદિન સુધી આવ્યું નથી - At This Time

બાલાસિનોર તાલુકાના કુવેચીયા માલાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવી પરંતુ પાણી આજદિન સુધી આવ્યું નથી


બાલાસિનોર તાલુકાના જેઠોલી અને આસપાસના પરા વિસ્તાર માં પાણી ની ખુબ જ વિકટ પરિસ્થિતિ છે ત્યારે કૂવેચિયા માં પાણીની સમસ્યાનો નિકાલ લાવવા સરકારના લાખો રૂપિયાના ખર્ચે પાણીની વિશાળ ટાંકી બનાવવામાં આવી હતી પરંતુપાણીની ટાંકી બને ૧૦ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી આ ટાંકીમાં પાણી પાડવામાં આવ્યું નથી

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગ્રામપંચાયત હદ માં ભર ઉનાળા સમયથી પાણીની ખુબજ તકલીફ નો સામનો જેઠોલી ગામના અને આસપાસના લોકો પીવાના પાણીને લઈને ત્રાહિમામ
પોકારી ગયા છે ત્યારે હાલના સરપંચ દિપક પંચાલે જણાવ્યું હતું કે ગત પંચવર્ષીય તેમજ અગાઉ ના સરપંચના સમય દરમ્યાન અમારા ગામ જેઠોલી તેમજ કુવેચિયા ખાતે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી જેમાં આજ દિન સુધીપાણી પાડવામાં આવ્યું નથી જેથી
ગ્રામપંચાયત ના પરા વિસ્તારમાં હાલ પાણીની કોઈ વ્યવસ્થા નથી પરંતુ આગામી સમયમાં ઘરે ઘરે પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે સાથે ગત પંચવર્ષી માં કરાયેલા બોગસ કામો ની ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તે માટે રજુવાત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.