શ્રીમતી એમ. કે. કડકિયા વિદ્યાલય માં વૃક્ષારોપણ તથા દાતાશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો. - At This Time

શ્રીમતી એમ. કે. કડકિયા વિદ્યાલય માં વૃક્ષારોપણ તથા દાતાશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો.


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુંગરવાડા ગામમાં આવેલ શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલયમાં આજરોજ દાતાશ્રીનું સન્માન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રીમતી એમ.કે.કડકિયા વિદ્યાલયમાં રૂપિયા 2,51,000 નું માતબર દાન આપનાર શ્રી ચીમનભાઈ એસ પટેલ સાહેબ નું ફૂલછડી તથા સાલ ઓઢાડી સંસ્થાના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા શ્રી અમૃતભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દાતાશ્રી ચીમનભાઈ પટેલ સાહેબ કે જે આ શાળાના ભૂતપૂર્વ ગણિત વિજ્ઞાનના શિક્ષક હતા તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત આ શાળામાંથી કરી હતી અને આ શાળામાંથી જ તેઓ નિવૃત્ત પણ થયા હતા. દાતાશ્રી ના ધર્મપત્ની શ્રીમતી ભગવતીબેન તરફથી 51000નું માતબર દાન કાર્યક્રમમાં જ જાહેર કરવામાં આવ્યું હતું. આમ દાતાશ્રી દ્વારા કુલ ત્રણ લાખ રૂપિયા નું દાન જાહેર કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલ સાહેબ દ્વારા દાતાશ્રીનું શબ્દોથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના મદદનીશ શિક્ષક શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સી ડુગરવાડા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ દ્વારા દાતાશ્રીનું શાબ્દિક સન્માન તથા વિદ્યાર્થીઓને આ સન્માનમાંથી પ્રેરણા લેવા માટેની શીખ આપી હતી. કેળવણી મંડળના મંત્રી શ્રી અમૃતભાઈ પટેલ સાહેબ દ્વારા સંસ્થાના વિકાસ વિશેની વાત કરવામાં આવી હતી જેમાં આ સંસ્થા ને ગયા વર્ષે રૂપિયા 25 લાખનું દાન મળ્યું હતું તે જ પ્રમાણે આ વર્ષમાં 25 લાખ રૂપિયાનું દાન મળે તેવું આયોજન ની જાણકારી આપી હતી.
સન્માન કાર્યક્રમ બાદ શાળાના મેદાનમાં બનાવેલ બેડ માં વૃક્ષારોપણ દાતાશ્રીઓના હાથે કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ 25 પામ ટ્રી 25 આસોપાલવ તેમજ વિવિધ ફૂલછોડ વાવવામાં આવ્યા હતા.
આ તમામ કાર્યક્રમનો સંચાલન શાળાના મદદનીશ શિક્ષક શ્રી ચિરાગભાઈ પટેલ તથા શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon