શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સફેદ પથ્થરો મળી આવતા ખનનચોરો તેની હેરાફેરી
શહેરા તાલુકામાં છાસવારે ડુંગર વિસ્તારમાંથી નીકળતા સફેદ પથ્થરોની હેરાફેરી થતી રહે છે,તંત્ર તેની સામે લાલ આંખ કરીને કાર્યવાહી પર કરી રહ્યુ છે.છતા પણ ગેરકાયદેસર ખનન કરવાનુ હજી ચાલુ જ છે.શહેરાના મામલતદાર પુર્વેશ ડામોર હાઈવે માર્ગ પર પેટ્રોલીંગમાં હતા તે સમયે દલવાડા પાસેથી પસાર થતા હાઈવે માર્ગ પરથી એક તાડપત્રી બાધેલો ટ્ક્ર ગોધર તરફ પસાર થતો હતો આથી મામલતદારે ગાડી ઉભી રખાવા ગાડીના ચાલક પાસે પાસ પરમિટ માંગતા મળી આવ્યો ન હતો. આથી ટ્રકને શહેરા મામલદાર કચેરી ખાતે લાવામા આવ્યો હતો અન આ મામલે જરુરી કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. હજી પણ શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સફેદ પથ્થરો મળી આવતા ખનનચોરો તેની હેરાફેરી કરી રહ્યા છે.તંત્ર દ્વારા તેની પર લગામ દાખવી જરુરી બની જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.