સરલા જુથ સેવા સહકારી મંડળી માં રૂપિયા એક કરોડ દશ લાખ ની ઉચાપત માં પોલીસ ફરિયાદ દાખલ
*મુળી તાલુકાનાં સરલા જુથ સેવા સહકારી મંડળી ૧.૧૦ કરોડ ની ઉચાપત માં પોલીસ ફરિયાદ નોંધાઇ*
*પૂર્વ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પ્રમુખ અને તેમનાં જિલ્લા પંચાયત સદસ્ય પુત્ર સામે ફરીયાદ*
*સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ ની ખરડાઈ આબરૂ હાઈકોર્ટે નાં હુકમ બાદ નોંધાઈ ફરિયાદ*
મુળી તાલુકાનાં સરલા જુથ સેવા સહકારી મંડળી માં ચાર ગામો આવેલા જેમાં સરલા, વડધ્રા, ગઢડા, ખંપાળીયા નો સમાવેશ થાય છે તેમાં ૧.૧૦ કરોડ ની ઉચાપત કરવામાં આવી નો આક્ષેપ ખેડૂતો દ્વારા સતત છેલ્લા બે વર્ષથી થઈ રહ્યા હતા તેમ છતાં રજિસ્ટ્રાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી ત્યારે સરલા નાં ખેડૂત ખાતેદાર પ્રવિણભાઇ પટેલ દ્વારા મુળી કોર્ટમાં ફરિયાદ નોંધાવવા રજુઆત કરવામાં આવી હતી અને કોર્ટે હુકમ પણ કરેલો તેમછતાં પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ નહીં માટે ખેડૂતો હાઈકોર્ટે નાં દ્વાર ખખડાવતા હુકમ કર્યો હતો કે કસુરવાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને આ લોકો સામે FIR દાખલ કરવામાં આવે માટે મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે
જેમાં સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત નાં પુર્વ પ્રમુખ અને ભાજપના નેતા એવા બચુભાઈ પટેલ અને તેમના પુત્ર અને જિલ્લા પંચાયત સદસ્ય એવાં હરિકૃષ્ણ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો સામે ફરીયાદ નોંધાવતા રાજકીય આગેવાનો માં દોડધામ મચી જવા પામી છે અને બચાવ કાર્યમાં ઉપર સુધી ટેલીફોનીક ભલામણ કરવામાં આવી રહી છે આ ઉચાપત મામલે સમગ્ર કૌભાંડ બહાર આવતા ભાજપ ની આબરૂ નું ધોવાણ થયું છે અને ખેડૂતો ની જીત મળી છે
બોક્ષ- [ ૧.૧૦ કરોડ ની ઉચાપત માં કયા માણસો સામે નોંધાયો ગુનો
બચુભાઈ રામજીભાઈ પટેલ (પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રનગર અને મંડળી નાં મંત્રી)
હરિકૃષ્ણ બચુભાઈ પટેલ ( જિલ્લા પંચાયત સદસ્ય ભાજપ અને મંડળી નાં મંત્રી)
રાયચંદ ભાઈ ગાંડા ભાઈ જાગાણી ( સરલા જુથ સેવા સહકારી મંડળી નાં પ્રમુખ)
મનહરલાલ ઓધવજી પટેલ
કાંતી ભાઈ ધરમશી ભાઈ પટેલ
માવસંગભાઈ ડાયાભાઈ સોલંકી
હસુભાઈ કાનજીભાઈ પટેલ
પરેશભાઈ ગોરધનભાઈ પટેલ
ઘનશ્યામ ભાઈ ખીમજીભાઈ પટેલ]
સરલા સેવા સહકારી મંડળી નો ૧.૧૦ કરોડ નો ભ્રષ્ટાચાર સામે આવતાં હાલ જિલ્લા ભાજપ દ્વારા પુર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આ સમગ્ર ઉચાપત માં ભાજપ પક્ષ ને નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે પક્ષ દંડાત્મક કાર્યવાહી હાથ ધરશે આજે ખેડૂતો ને ન્યાય મળતાં સત્ય નો વિજય થયો છે અને સંડોવાયેલા આરોપી ને કડક માં કડક સજા થાય અને ન્યાયાલય ઉપર ખેડૂતો એ આભાર વ્યક્ત કર્યો હતો
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.