શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે ૬૬૭૨ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો - At This Time

શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે ૬૬૭૨ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો


શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે ૬૬૭૨ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો
******
આંગણવાડીમાં ૨૨૨૪ ભૂલકાઓએ પા... પા... પગલી માંડી
******
જિલ્લામાં બે દિવસમાં ૧૩,૯૬૯ બાળકોને પ્રાથમિક શાળામાં જયારે ૪૭૪૬ ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાયો
*****
         સમગ્ર રાજયમાં આરંભાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે સાબરકાંઠા જિલ્લામાં ૩૪૪૧ કુમાર અને ૩૨૩૧ કન્યાઓ મળી કુલ ૬૬૭૨ બાળકો પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો જયારે ૨૨૨૪ ભૂલકાઓ આંગણવાડીમાં પા.. પા... પગલી માંડી હતી.
જિલ્લામાં પ્રથમ દિવસે મળેલા જિલ્લાની ૪૨૪ પ્રાથમિક શાળાઓમાં ૩૭૦૬ કુમાર અને ૩૫૮૩ કન્યાઓ મળી કુલ ૭૨૭૯ બાળકોનું મહાનુભાવો દ્વારા શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું જયારે દ્વિતીય દિવસે ૬૬૭૨ બાળકોને પ્રાથમિક શાળામાં જયારે ૨૨૨૪ ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો. 
       જેમાં હિંમતનગરની ૮૧ પ્રાથમિક શાળામાં ૬૩૮ કુમાર અને ૬૦૪ કન્યા મળી કુલ ૧૨૪૨ બાળકોનું નામાંકન કરાયું હતું જયારે ઇડરની ૮૨ શાળામાં ૫૫૩ કુમાર અને ૫૨૨ કન્યા મળી કુલ ૧૦૭૫, પ્રાંતિજની ૩૫ શાળામાં ૩૩૬ કુમાર અને ૨૭૮ કન્યા મળી કુલ ૬૧૪, તલોદની ૪૪ શાળામાં ૩૧૨ કુમાર અને ૩૧૭ કન્યા મળી કુલ ૬૨૯, વડાલીની ૨૮ શાળામાં ૧૮૬ કુમાર અને ૧૬૬ કન્યા મળી કુલ ૩૫૨,ખેડબ્રહ્માની ૬૪ શાળામાં ૬૩૬ કુમાર અને ૬૦૯ કન્યા મળી કુલ ૧૨૪૫, વિજયનગરની ૩૬ શાળામાં ૨૨૪ કુમાર અને ૨૦૧ કન્યા મળી કુલ ૪૨૫ અને પોશીના તાલુકાની ૩૪ શાળામાં ૫૫૬ કુમાર અને ૫૩૪ કન્યા મળી કુલ ૧૦૯૦ ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો.
        જિલ્લામાં પ્રાથમિક શાળા સાથે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ પ્રવેશ આપવામાં
જિલ્લામાં પ્રાથમિક શાળા સાથે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો.જેમાં હિંમતનગરમાં ૨૪૧, ઇડરમાં ૫૩૮, પ્રાંતિજમાં ૨૨૨, તલોદમાં ૨૭૩, વડાલીમાં ૧૩૯, ખેડબ્રહ્મામાં ૨૩૭, વિજયનગરમાં ૪૦૫ અને પોશીનામાં ૧૬૯ મળી કુલ ૨૨૨૪ દિકરા-દિકરીઓને પ્રવેશ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને પ્રોત્સાહન આપવા માટે ૫૧ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.