રેલનગરમાં ભાડે થી આપેલ આવાસમાં 16 આવાસ સીલ કરાયા - At This Time

રેલનગરમાં ભાડે થી આપેલ આવાસમાં 16 આવાસ સીલ કરાયા


રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ક્રાંતિવિર ખુદીરામ બોઝ અને લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મૂળ માલિકે પોતાના આવાસ ભાડેથી આપી દીધાનું બહાર આવતા 16 આવાસને સીલ કરવામાં આવ્યા હતા.

આ અંગે જાણવા મલતી વધુ માહિતી અનુસાર મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત તા.26/05/2022ના રોજ ક્રાંતિવિર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા A-34, E-52, E-61 D-52, તેમજ E-63 નંબરના આવાસમાં મૂળ માલિકોને સ્થાને અન્ય વ્યક્તિઓ ભાડેથી રહેતા ની માહિતી મળેલ હતી જયારે તા.06/06/2022ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા D-72, E-13, E-14, E-52, E-54, E-63, E-73 E-24, E-44, E-51, તેમજ E-74 નંબરના આવાસમાં મૂળ માલિકોને સ્થાને અન્ય વ્યક્તિઓ ભાડેથી રહેતા ની માહિતી મળેલ હોવાથી મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અન્વયે બન્ને આવાસમાં આવેલા 16 ફ્લેટને નોટીસ ફટકારીને સીલ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.