તલોદ તાલુકાના મુધાસણા ગામમાં ખારી નદીમાં રેતી ખનન કરતા તત્વો બેફામ બન્યા. એક વ્યક્તિ પર કરયો હુમલો - At This Time

તલોદ તાલુકાના મુધાસણા ગામમાં ખારી નદીમાં રેતી ખનન કરતા તત્વો બેફામ બન્યા. એક વ્યક્તિ પર કરયો હુમલો


તલોદ ના ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ પર હુમલાના વિરોધમાં આજે GKTS દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું , , , સાબરકાંઠા ના તલોદ તાલુકાના મુધાસના ગામના અને તલોદ તાલુકા ક્ષત્રીય સેનાના પ્રમુખ દેવુસિંહ પ્રભાતસિંહ રાઠોડ પોતાના ગામ મુધાસના ખાતે પર ખારી નદીના પટ પર માટી ચોરી કરતા ખનીજચોરોને માટી ન ચોરવા જણાવતા ગામના બે ઈસમો દ્વારા દેવુસિંહ રાઠોડ પર હુમલો કરી નાસી છૂટ્યા હતા જે ઘટના બાદ દેવુસિંહ રાઠોડ દ્વારા તલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરવામાં આવી હતી જે બાદ તેના પડઘા સમગ્ર સાબરકાંઠામાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આજે સમસ્ત સાબરકાંઠા ક્ષત્રિય સેના દ્વારા તલોદ મામલતદાર તેમજ હિંમતનગર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીને આવેદનપત્ર આપી આ હુમલો કરનાર આરોપીઓને પકડી તાત્કાલિક તેમના વિરુદ્ધ ગુનો નોંધવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આ ખનીજ ચોરોને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી સમય માં ક્ષત્રિય સેના ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.જેમાં સાબરકાંઠા જિલ્લા તેમજ તાલુકા ક્ષત્રિય સેનાના પ્રમુખ ,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ,


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.