રાજકોટમાં ભાજપની બેઠક, સંગઠનમાં બદલાવના નિર્દેશ - At This Time

રાજકોટમાં ભાજપની બેઠક, સંગઠનમાં બદલાવના નિર્દેશ


રત્નાકર અને સૌરાષ્ટ્રનો હવાલો સંભાળતા મંત્રી ચાવડા પણ હાજર રહ્યા

વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભાજપે સંગઠનને મજબૂત કરવા અને ધમધમતું રાખવા માટે કવાયત શરૂ કરી છે, રાજકોટમાં બુધવારે પ્રદેશ મહામંત્રી રત્નાકર અને સૌરાષ્ટ્રનો હવાલો સંભાળતા મંત્રી ચાવડાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના જિલ્લા અને મહાનગરના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી, સંગઠનમાં મોટાપાયે બદલાવની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે તેના ભાગરૂપે જ આજની બેઠક મળી હોવાની વાતો પણ શરૂ થઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.