લાકડિયા કુમાર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓ એ શિક્ષક બની ને કરી. - At This Time

લાકડિયા કુમાર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓ એ શિક્ષક બની ને કરી.


આજે વહેલી સવારથી વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે નવા કપડાં પહેરીને અસલમાં શિક્ષક હોય એવા રુઆબ સાથે જોડાયા હતા તો વિદ્યાર્થીઓ પણ એમના જ મિત્રો પાસે શિક્ષણ લેવાનો ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રાર્થના સંમેલનમાં પ્રેરક પ્રસંગ રજૂ કરતા
આજના આચાર્ય રોનિતભા ગઢવીએ શાળા વ્યવસ્થાની રૂપરેખા આપી હતી.
ઉપાચાર્ય ઇનાયતભાઈ કુંભાર તમામ શિક્ષકો સાથે ખભે ખભો મિલાવી આખો દિવસ ખડે પગે શિક્ષણ કાર્ય અવિરત રહે એવી વ્યવસ્થા ગોઠવી હતી.
આખા દિવસના સાક્ષરી વિષયો સાથે રમતગમત અને સંગીતના તાસનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યા હતા.
સાંજે 4:35 વાગેથી આખા દિવસનો અહેવાલ અનુભવ સાથે રજૂ કરવામાં આવ્યો હતો તેમાં ધોરણ 1થી8ના દરેક વર્ગોમાંથી વિદ્યાર્થીઓ એ પોતાના આજના શિક્ષણ કાર્ય પર અનુભવો રજૂ કર્યા હતા અને ત્યાર બાદ આજે જેમણે શિક્ષણનો કાર્યભાર માથે લીધેલો તેવા સૌ શિક્ષક મિત્રોએ પોતાના અનુભવો કહ્યા હતા.
વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષણની સુંદર આપલે થાય તે માટે સફળ આયોજન સેજલ બેન પટેલ અને હીનાબેન પટેલે સંભાળ્યું હતું. પરેશભાઈ, મીનાબેન, રંજનબેન, પારુલબેન દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સેતુ બની સુંદર સ્પોર્ટ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતિમ દોરમાં આખા દિવસની શિક્ષણ યાત્રાનો અહેવાલ મુખ્યશિક્ષક.પ્રવીણભાઇ મચ્છોયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.