ખેડબ્રહ્મા શહેર પોલીસ દ્વારા ચોરીના 15 બાઈક સાથે ચોર ને ઝડપી પાડ્યો - At This Time

ખેડબ્રહ્મા શહેર પોલીસ દ્વારા ચોરીના 15 બાઈક સાથે ચોર ને ઝડપી પાડ્યો


ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ચોરીના 15 બાઈક સાથે ચોર ઈસમને ઝડપી પાડ્યો

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા ના ઓએ મિલકત તથા બાઇક સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી તે આધારે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર પઢેરિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે વી વહોનીયા તથા ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ જીગ્નેશકુમાર મનુભાઈ પો.કો.ધવલકુમાર કેવળભાઈ પો.કો.વિકાસ કુમાર હસમુખભાઈ પો.કો. મિનેષકુમાર ડાયાભાઈ પો.કો.અક્ષય કુમાર પોપટભાઈ પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ પો.કો.રાજેશભાઈ રમેશભાઈ પોલીસ સ્ટેશનને ટીમ બનાવી હતી

જે તેમના માણસો સાથે તારીખ 26 /01/ 2025 ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના લીલા વંટા ગામની સીમમાં ખેડવા આઉટ પોસ્ટ આગળ વાહન ચેકિંગ માં હતા તે દરમિયાન પો.કો.દિલીપભાઈ રણછોડભાઈ અને પો.કો.અક્ષય કુમાર પોપટભાઈ પોલીસ સ્ટેશનની સંયુક્ત બાતમી મળી કે સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં મોટરસાયકલની ચોરીઓ ફરતો વિક્રમ ઉર્ફે વીરુ સાયબા ભાઈ ખેર રહે. સોનરપ તા. કોટડા જિલ્લા. ઉદયપુર રાજસ્થાન વાળો એચ એફ ડીલક્ષ કાળા કલરનું વાદળી પટ્ટા વાળું લઈને ખેડબ્રહ્મા થી ખેડવા તરફ આવી રહ્યો છે

જે બાતમીના આધારે ખેડવા આઉટ પોસ્ટ આગળ શંકાસ્પદ મોટરસાયકલ ની વોચમાં હતા તે દરમિયાન ઉપરની બાતમુ મુજબ મોટરસાયકલ આવતા તેને રોકી ઈસમનું નામ પૂછતા પોતાનું નામ વિક્રમ વિરુદ્ધ સાયબા ભાઈ ખેર ઉં.વર્ષ 28 સોનરપ તા. કોટડા જિલ્લા. ઉદયપુર રાજસ્થાન તથા પાછળ બેસેલ ઈસમનું નામ પૂછતા ભરતકુમાર સાયબાભાઈ ખેર ઉં. વર્ષ 28 રહે સોનરપ તા. કોટડા જિલ્લા. ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવેલ જેથી તેને અંગ જડતી કરતા અંગઝડતી માંથી કોઈ ગુનાહિત ચીજ વસ્તુ મળી આવેલ નહીં જેથી ઈસમ પાસેથી એચ એફ ડીલક્ષ કાળા કલરનું વાદળી પટ્ટાવાળું જે મોટરસાયકલ ના આર ટી ઓ પાર્સિંગ તથા માલિકી અંગેના પુરાવા માંગતા તે નહીં હોવાનું જણાવતા મોટરસાયકલ કોની માલિકીની છે અને ક્યાંથી લાવ્યા છો અને ક્યાં લઈ જવાના છો તે બાબતે પૂછતા ઈસમ ગલ્લા તલ્લા કરી મનધડક જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોય તેને મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર તથા એન્જિન ચેચીસ નંબરના આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા જેનું રજીસ્ટ્રેશન નંબર GJ 08 BD 2785 અને ચેચીસ નંબર MBLHA11ATG4E03639 તથા એન્જિન નંબર HA11EJG4E03686 નો હોય મોટરસાયકલ માં પોલીસ સ્ટેશન એ બી એન એસ કલમ 303 (૨) મુજબના ગુનામાં કામે ચોરીમાં ગયેલ હોય સદર એચ એફ કાળા કલરનું વાદળી પટ્ટા વાળું જેનું રજીસ્ટ્રેશન નંબર GJ 08 BD 2785 ની કિંમત 20,000 ગણી ઉપરોક્ત ગુનામાં કામે કબજે કરી પકડાયેલ આરોપીઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિ થી વધુ પૂછપરછ આરોપી વિક્રમ ઉર્ફે વીરુ સાયબા ભાઈ ખેર રહે સોનરપ તા. કોટડા જીલ્લો. ઉદેપુર રાજસ્થાન વાળાએ ચોરીની કબુલાત કરી

આમ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ ડીઆર પઢેરિયા સાહેબ તેમજ તેમના સ્ટાફની પ્રશંસનીય કામગીરીની ખેડબ્રહ્મા નગરના વાસીઓએ બિરદાવી હતી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image