A.H.T.U ટીમ તથા મહિલા બોટાદ પોલીસ ટીમ દ્વારા બોટાદ બસ સ્ટેશન વિસ્તાર ખાતેથી મળી આવેલ બાળકને તેના પરીવાર સાથે સુખદ મિલાપ કરવામાં આવ્યો
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
રેન્જ આઈજી ગૌતમ પરમાર નાઓ દ્રારા ગુમ થનાર બાળકો તથા મહિલાઓ ને શોધી કાઢવા અંગે અવાર-નવાર ખાસ સુચનાઓ થઇ આવતી હોય અને જિલ્લામાં બાળકો વિરૂધ્ધના થતા ગુનાઓ અટકાવવાની સુચના આપવામાં આવેલ હોય, જે સુચના મુજબ બોટાદ પોલીસ અઘીક્ષક, કે.એફ.બળોલીયા તથા નાયબ પોલીસ અધિક્ષક બોટાદ મહર્ષિ રાવલનાઓ ઉપરોક્ત કામગીરી કરવા માટે A.H.T.U ટીમ તથા બોટાદ મહિલા પોલીસની ટીમને સુચના તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવતુ હોય છે.જે માર્ગદર્શન હેઠળ આજરોજ બોટાદ બસ સ્ટેશનથી જાગૃત નાગરિક દ્રારા A.H.T.U ટીમ બોટાદ સાથે ટેલીફોન સંપર્ક કરીને જાણ કરેલ કે બોટાદ બસ સ્ટેશન ખાતે એક અસ્થિર મગજનો વ્યકિત તેના બાળકને હેરાન-પરેશાન કરે છે અને બાળક અસુરક્ષિત અહેસાસ કરતો હોય તેવુ લાગતુ હોય એમ જણાવતા હોય જેથી A.H.T.U ટીમ બોટાદ તાત્કાલીક તે સ્થળે જઇને બાળકને મહિલા પોલીસ સ્ટેશન તથા અસ્થિર મગજના વ્યકિતને બોટાદ પોલીસ સ્ટેશનને સોપેલ.ત્યારબાદ A. H.T.U ટીમ ના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર એ.જી.સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ.રાવલ તથા મહિલા પોલીસ સ્ટેશનના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર એ.ડી.વ્યાસ તથા A.H.T.U ટીમ ના સભ્યો વુ.પો.કો. રિધ્ધીબા ચારણ તથા વુ.પો.કો.શિલ્પાબેન લિંબડ તથા મહિલા પો.સ્ટેના સભ્યો વુપો.કોન્સ સંગીતાબેન વિહાપરા તથા વુ.પો.કો.ગીતાબેન આલનાઓ દ્રારા જરૂરી સાંત્વાના આપીને કાઉન્સલીંગ કરતા તેને પોતાનું વતન દેલવાડા જણાવતો હોય જેથી નજીકનું પોલીસ સ્ટેશન ઉના ખાતે સંપર્ક કરીને તેમના પરિવાર સાથે સંપર્ક કરાવતા તેઓને મહિલા પોલીસ સ્ટેશન બોટાદ ખાતે રૂબરૂ આવવા માટે સમજ કરેલ આજ રોજ તા:-૧૭/૦૧/૨૦૨૫ ના રોજ તેમના પરિવારના સભ્યો મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવતા બાળકને તેમના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવીને A.H.T.U ટીમ તથા મહિલા પોલીસની ટીમ બોટાદ એ સંયુકત રીતે પ્રશંશનીય કામગીરી કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
