વોર્ડન ટ્રાફિક નિયમન નહીં ઇ-મેમો જનરેટ કરે છે, અને પોલીસ તમાશો નિહાળે છે - At This Time

વોર્ડન ટ્રાફિક નિયમન નહીં ઇ-મેમો જનરેટ કરે છે, અને પોલીસ તમાશો નિહાળે છે


શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે જેની ભરતી કરવામાં આવી છે તે પોતાનું કામ ભૂલીને રોફ જમાવી રહ્યા છે, તમામ હરકતો કેમેરામાં થઇ કેદ

ટ્રાફિક વોર્ડનની કામગીરી માત્રને માત્ર ટ્રાફિકના નિયમનની છે, આ વાત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો તે દિવસે કરી હતી પરંતુ શહેરમાં સ્થિતિ કંઇક અલગ જ છે, શહેરના મહત્તમ ચોકમાં ટ્રાફિક વોર્ડન દંડા લઇને રસ્તા પર ઉતરી પડે છે અને પોતાને મનફાવે તે વાહનચાલકને રોકી દંડ વસૂલે છે.

જે વ્યક્તિ હાજર દંડ ભરે નહીં તેના વાહનના નંબરના ફોટા પાડી ઇ-મેમો પણ જનરેટ કરી નાખે છે, આવી તમામ કામગીરી ટ્રાફિક પોલીસની છે પરંતુ તે પોલીસમેન તો બાજુમાં ઊભા રહીને તમાશો નિહાળતા હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.