હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો, હિસાબ કરવા મારે મેદાને ન ઉતરવું પડે : જયેશ રાદડિયા - At This Time

હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો, હિસાબ કરવા મારે મેદાને ન ઉતરવું પડે : જયેશ રાદડિયા


MUKTAR MODAN JETPUR
ATT THIS TIME
MO...9512386588

રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરના (Jetpur) ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા (Jayesh Radadiya) ફરી એક વાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. જાહેર કાર્યક્રમમાં જયેશ રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. ગઈ કાલે ફરી એક વાર તેમને જાહેરમંચ પરથી વિરોધીઓને ચીમકી આપી છે

જયેશ રાદડિયાએ જાહેરમંચ પરથી વિરોધીઓને આપી ચેતવણી!

મળતી માહિતી મુજબ રાજકોટના જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સરકારી આગેવાન જયેશ રાદડિયાએ સંબોધન દરમિયાન નામ લીધા વગર વિરોધીઓને બરાબરના આડેહાથ લીધા હતા.

જાહેર મંચ ઉપરથી તેઓએ જણાવ્યું હતું કે,જાહેર મંચ ઉપરથી કહેવું ન જોઈએ પણ નાછૂટકે કહેવું પડે છે. સારું કામ કરતા હોય એને અવરોધમાં હવનમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો.મને આડા આવવાનું રહેવા દેજો . એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. નક્કી જ કર્યું હોય આડું આવવા તો તેનો મારે હિસાબ કરવા મેદાનમાં ઊતરવું ન પડે તેનું ધ્યાન રાખજો.ઊતરવું પડે તો પણ મારી તૈયારી છે હું પણ રાજકીય માણસ છું.

જયેશ રાદડિયાએ કોની આપી ચીમકી ?


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.