તુલસીવાડીમાં ડ્રેનેજ સમસ્યાથી ત્રસ્ત રહીશોનો થાળી વેલણ વગાડી વિરોધ. - At This Time

તુલસીવાડીમાં ડ્રેનેજ સમસ્યાથી ત્રસ્ત રહીશોનો થાળી વેલણ વગાડી વિરોધ.


વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી બેક મારતા સ્થાનિક રહીશોએ એકત્ર થઈ વેલણ થાળી વગાડી નિંદ્રાદિન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો . વડોદરા શહેરમાં વર્ષોથી પાઇપલાઇનના નેટવર્કના કારણે અવારનવાર પાણી અને ડ્રેનેજની ફરિયાદો ઊઠે છે . સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પ્રતિદિન ઘટતી આ ઘટનાઓ સામાન્ય બની જવા પામી છે . આ વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી ક્વોર્ટર્સ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો છે . સ્થાનિકોએ કહ્યું હતું કે , છેલ્લા બે મહિનાથી ડ્રેનેજના પાણી ઘરોમાં બેક મારતા ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે . રસોડા સુધી પાણી પ્રવેશતા તેમજ તીવ્ર દુર્ગંધના પગલે ઘરની બહાર ચૂલા ઉપર જમવાનું બનાવવાનો વખત આવ્યો છે . e વધુમાં કહ્યું હતું કે , છેલ્લા બે મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ રહેતા લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે . અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે . આ બાબતે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવી જોઈએ . અત્રે ઉલ્લેખનીય છે કે , સ્થાનિક કાઉન્સિલર તરફથી યોગ્ય જવાબ મળતો નથી તેમજ વહીવટી વોર્ડ નંબર -7 ની કચેરીના અધિકારીઓ ફરિયાદ નોંધવાના સ્થાને મજાક ઉડાવે છે . તેવી ફરિયાદો પણ સ્થાનિકોએ કરી છે . આમ , ભારે નારાજગી સાથે વિરોધ દર્શાવી તંત્ર પાસેથી વહેલી તકે સમસ્યાના નિરાકરણની અપેક્ષા સેવી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.