રેલ્વેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં સ્ટેશનો પર ભીડ નિયંત્રણને લઈને એક ઉચ્ચ સ્તરની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલ્વેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં સ્ટેશનો પર ભીડ નિયંત્રણને લઈને એક ઉચ્ચ સ્તરની બેઠક આયોજિત કરવામાં આવી હતી, આ બેઠકમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે,
૬૦ સ્ટેશનો પર કાયમી બાહ્ય પ્રતીક્ષા સંકુલ :-
૨૦૨૪ ના તહેવારો દરમિયાન સ્ટેશનોની બહાર પ્રતીક્ષા સંકુલ બનાવવામાં આવ્યા હતા, જેમ કે સૂરત, ઉધના, પટના અને નવી દિલ્લીમાં ભારે ભીડને નિયંત્રિત કરી શકાઈ, યાત્રીઓને માત્ર ત્યારે જ પ્લેટફોર્મ પર જવાની પરવાનગી આપવામાં આવી જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ હોય,
આ પ્રકારની વ્યવસ્થા પ્રયાગ ક્ષેત્રના નવ સ્ટેશનો પર મહાકુંભ દરમિયાન કરવામાં આવી હતી,
આ અનુભવોના આધારે, અમે દેશભરના ૬૦ એવા સ્ટેશનો પર કાયમી ધોરણે પ્રતીક્ષા સંકુલ બનાવવાનો નિર્ણય લીધો છે જ્યાં વખતો વખત ભારે ભીડ હોય છે,
નવી દિલ્લી, આનંદવિહાર, વારાણસી, અયોધ્યા અને પટના સ્ટેશનો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ચુક્યા છે,
આ વ્યવસ્થાથી અચાનક આવનારી ભીડને પ્રતીક્ષા સંકુલમાં નિયંત્રિત કરી શકાશે અને યાત્રીઓને ફક્ત ટ્રેનના આવવા પર પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે જેનાથી સ્ટેશન પર ભારે ભીડ ઓછી થશે,
પ્રવેશ નિયંત્રણ :-
આ ૬૦ સ્ટેશનો પર સંપૂર્ણપણે પ્રવેશ નિયંત્રણ લાગુ કરવામાં આવશે,
ફક્ત કન્ફોર્મ રિઝર્વેશન ટિકિટવાળા યાત્રીઓને સીધા પ્લેટફોર્મ સુધી જવાની પરવાનગી રહેશે,
ટિકિટ વગરના યાત્રી અથવા વેઈટીંગ લિસ્ટ ટિકિટવાળા યાત્રી બાહ્ય પ્રતીક્ષા સંકુલમાં રોકાશે,
તમામ ૬૦ સ્ટેશનો ઉપર બિનજરૂરી પ્રવેશ સીલ કરી દેવામાં આવશે,
પહોળા ફુટ-ઓવરબ્રિજ ( F.O.B ) :-
૧૨ મીટર ( ૪૦ ફૂટ ) અને ૬ મીટર ( ૨૦ ફૂટ ) પહોળાઈવાળા બે નવા સ્ટાન્ડર્ડ વી ફુટ-ઓવરબ્રિજ ડિઝાઈન કરવામાં આવ્યા છે,
આ પહોળા ફુટ-ઓવરબ્રિજ અને રેમ્પ મહાકુંભ દરમિયાન ભીડ વ્યવસ્થાપનમાં અત્યંત પ્રભાવશાળી સાબિત થયા,
આ નવા પહોળા ફુટ-ઓવરબ્રિજ ને તમામ સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવશે,
સી સી ટી વી કેમેરા :-
મહાકુંભ દરમિયાન ભીડ નિયંત્રણમાં સી સી ટી વી કેમેરાની અગત્યની ભૂમિકા હતી,
તમામ સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં દેખરેખ માટે મોટી સંખ્યામાં સી સી ટી વી
કેમેરા લગાવવામાં આવશે,
આદેશ કક્ષ ( વોર રૂમ ) :-
મોટા સ્ટેશનો પર વોર રૂમ વિકસાવવામાં આવશે,
ભીડભાડની સ્થિતિમાં તમામ વિભાગોના અધિકારી વોર રૂમ માં કામ કરશે,
નવી પેઢીના સંચાર સાધનો :-
અતિઆધુનિક ડિઝાઈનવાળા ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણ જેવા કે વૉકી-ટૉકી, એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને કૉલિંગ સિસ્ટમ ભારે ભીડભાડવાળા સ્ટેશનો પર લગાવવામાં આવશે,
નવી ડિઝાઇન ના ઓળખ પત્ર ( ID card ) :-
તમામ સ્ટાફ અને સેવારત કર્મચારીઓને નવી ડિઝાઇન ના ઓળખ પત્ર ( ID card ) આપવામાં આવશે જેનાથી ફક્ત અધિકૃત વ્યક્તિને જ સ્ટેશનમાં પ્રવેશની પરવાનગી મળશે,
કર્મચારીઓ માટે નવી ડિઝાઈનના પહેરવેશ :-
તમામ સ્ટાફને નવી ડિઝાઈનના પહેરવેશ આપવામાં આવશે જેથી કરીને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તેમને સરળતાથી ઓળખી શકાય,
સિનિયર અધિકારી સ્ટેશન નિદેશક ( સંચાલક ) બનાવવામાં :-
તમામ મુખ્ય સ્ટેશનો પર એક સિનિયર અધિકારીને સ્ટેશન નિદેશક બનાવવામાં આવશે,
તમામ અન્ય વિભાગ સ્ટેશન સંચાલક ને રિપોર્ટ કરશે,
સ્ટેશન સંચાલક ને નાણાંકિય અધિકાર આપવામાં આવશે જેથી તેઓ સ્ટેશન સુધારણા માટે તાત્કાલિક નિર્ણય લઈ શકે,
ટિકિટના વેચાણની ક્ષમતા મુજબ :-
સ્ટેશન સંચાલક ને સ્ટેશનની ક્ષમતા અને ઉપલબ્ધ ટ્રેનો મુજબ ટિકિટ વેચાણને નિયંત્રિત કરવાનો અધિકાર આપવામાં આવશે.
Report by :- Keyur Thakkar Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે
