જસદણ તાલુકાનું શ્રી વડોદ તાલુકા શાળા માં આજરોજ બાળસંસદ ની ચુંટણી નું આયોજન કરવામાં - At This Time

જસદણ તાલુકાનું શ્રી વડોદ તાલુકા શાળા માં આજરોજ બાળસંસદ ની ચુંટણી નું આયોજન કરવામાં


જસદણ તાલુકાનું શ્રી વડોદ તાલુકા શાળા માં આજરોજ બાળસંસદ ની ચુંટણી નું આયોજન કરવામાં આવેલ..જેમાં ધોરણ 3 થી 8 ના બાળકોએ ભાગ લીધેલ...આશરે 250 મતદાતાઓ એ તેમનો કિંમતી મત આપી અલગ અલગ કમિટી ના મંત્રીઓ નું ભાવિ ઈ. વી.એમ
માં કેદ કર્યું...જાણે સાચે જ ચૂંટણી હોય તેવો માહોલ રચાયો... તમામ પ્રતિનિધિઓ એ પોતાનો પ્રચાર પણ એટલો કર્યો...બાળકો નો ઉત્સાહ જ એટલો હતો કે જોઈ ને અલગ જ આનંદ થાય...બધા સ્ટાફમિત્રો એ પણ પોતાનો મત આપેલ...આ તમામ કાર્યક્રમ નો શ્રેય રમેશભાઈ મકવાણા ને જાય છે..તેઓએ તમામ આયોજન સુંદર રીતે કરી બાળકો ને ચૂંટણી ની તમામ પ્રક્રિયાઓ વિશે બાળકો ને ડેમો આપી માહિતગાર કર્યા...આ તકે તેમનો અને સહયોગી તમામ સ્ટાફ નો હૃદયપૂર્વક આભાર માનું છું વડોદ આચાર્ય.. ગિરીશ બાવળિયા.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.