પ્રકૃતિ શિક્ષણ શિબિર: હિંગોળગઢ ખાતે જસદણ વનવિભાગ દ્વારા ૐ શ્રી નાલંદા વિદ્યાપીઠ વિરનગર શાળાના વિદ્યાર્થીઓ માટે શિબિરનું આયોજન કરાયું.
રિપોર્ટ ભરત ભડણિયા દ્વારા
જસદણ વન વિભાગ દ્રારા પ્રવાસન સ્થળ હિંગોળગઢ મુકામે બાળકો જાન્યુઆરી માસમાં પ્રકૃતિ શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર માં 51 જેટલા બાળકો તથા 4 શિક્ષકો સાથે તેઓનું આગમન સાથે જ સરબત તથા જંગલ ટ્રેકિંગ કરવામાં આવે છે.બાદમાં તેમજ પરત આવ્યા બાદ સંપૂર્ણ સુર્યાસ્ત બતાવવામાં આવે છે.ત્યાર બાદ રાત્રે સ્વાદિષ્ટ ભોજન કરાવ્યા બાદ કેમ્પમાં બાળકોને મનોરંજન કરાવવામાં આવે છે.શિબીર ના બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે પક્ષી દર્શન પછી અને સવારે ચા-નાસ્તા પછી જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ અને નીલગાય,હરણ,નાના મોટા પ્રાણીઓ ના બાળકો ને રમત સાથે સાથે માહીતી આપી હતી.જંગલમા જાપાન દ્વારા વિકસાવવામાં આવેલ મિયાવાકી પધ્ધતિથી વાવવામાં આવેલ વૃક્ષો ની માહિતી આપી હતી.
આ સમગ્ર શિબિર દરમિયાન વન વિભાગ ના સ્ટાફ દ્વારા વિપુલભાઇ વાટુકિયા, અરવિંદભાઇ સરવૈયા ભાવેશભાઈ તથા મુકેશભાઈ દ્વારા શિબિર દરમિયાન સાથે રહ્યા અને બપોરે નુ ભોજન કરીને વિદાય આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.