વેલફેર પ્રાથમિક શાળા આંકડોદ અને પ્રાથમિક શાળા દ્વારા આંકડોદ ગામ ખાતે ૭૮ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
આંકડોદ ગામના પાદર પર વેલફેર પ્રાથમિક શાળા આંકડોદ અને પ્રાથમિક શાળા આંકડોદ તરફથી ૭૮ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદનવિધી ગામ નાં સરપંચ જશુબેન તથા ડે.સરપંચ ઈબ્રાહીમ કાઝી ના હસ્તે કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળા નાં બાળકો, શિક્ષકો, આચાર્ય સાહેબો,ગામવાસી નવયુવાનો, વડીલો , મહેમાનો ,બહેનો, દ્વારા રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઝીયાઉદદીન કાઝી એ દેશની આઝાદી વિશે પ્રસંગ ને અનુરૂપ ટુંકુ પ્રવચન આપ્યું હતું અને તમામ ગામવાસી ભાઈઓ નો આ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને દર વર્ષની જેમ ચાલુ વર્ષ માં દીન અને દુનિયાની ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ૩૦ મી ડીસેમ્બર સુધી માં પોતાનું રીઝલ્ટ મોકલી આપવા જણાવીયુ હતું કે જેથી ૨૬મી જાન્યુઆરી પર એમનું સન્માન કરી શકાય.બાદમા શાળા ના આચાર્ય અજિતસિંહ એ આભાર વિધિ કરી સૌ મહેમાનો, બહેનો,વડીલો નવયુવાનો, શિક્ષકો, વિધાથીર્ઓનો હાજર રહેવા બદલ આભાર માન્યો હતો.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.