જિલ્લાના ધારી અને ખાંભાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી - At This Time

જિલ્લાના ધારી અને ખાંભાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી


જિલ્લાના ધારી અને ખાંભાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી

અમરેલી તા.૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) ‌‌અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પાક પ્રાકૃતિક કૃષિનું મહત્વ આ વિષયો પર નિષ્ણાંતો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધારી ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત તાલીમનો  ખેડૂતોએ લાભ મેળવ્યો હતો.આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના મહત્વના ઘટકરુપ જીવામૃત, ઘન જીવામૃત, અચ્છાદાન, મિશ્ર પાક પદ્ધતિ વગેરે આયામો ઉપરાંત રોગ નિયંત્રણ માટે નિમાસ્ત્ર,‌ બ્રહ્માસ્ત્ર, આગ્નિસ્ત્રની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.આ તાલીમમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.આ તાલીમમાં અમરેલી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એમ. ઝેડ. જીડ, નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક શ્રી ગોસ્વામી અને બાગાયત વિભાગના શ્રી ચેતનભાઇ વસોયાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image