હરિપ્રકાશદાસજી સ્વામીએ કહ્યું- ઘણા લોકો દિવસમાં વારંવાર મરે છે પરંતુ કોણ મરતું નથી?
હરિપ્રકાશદાસજી સ્વામીએ દુબઈની કથામાં પહેલા દિવસે તમામ લોકોને સમજાવ્યું કે કેમ મોજમાં રહેવું. હનુમાનજી કેમ બધાના રોલ મોડલ છે તે પણ સમજાવ્યું હતું. સાથે જેલમાં બેનો જન્મ થયો હતો તે પણ કહ્યું હતું. આવો માણીએ પ્રથમ દિવસની કથાને मरना लगा रहेगा यहां जी तो लीजिए, ऐसा भी क्या परहेज़, ज़रा सी तो लीजिएથી સ્વામીએ કથાની શરૂઆત કરી હતી. હરિપ્રકાશદાસજી સ્વામીએ કહ્યું હતું કે વ્યક્તિ એકવાર નથી મરતી વારંવાર મરે છે. થોડી થાકી જાય તો પણ કહે છે મરી ગયો. અમુક લોકો દરરોજ મરે છે. પરંતું મને કહેવા દો મારા દાદાના દાસ મરતા નથી જીવે છે. મરવાનું તો ચાલું રહેશે. ઘણાએ તો મજૂરી કરવા જ જન્મ લીધો છે. આટલું મસ્ત ભગવાને જીવન આપ્યું છે. પૈસા ભેગા કરીને છોકરાઓને જ આપવાના હોય તો તમે મજૂરથી વિશેષ કઈ નથી. જીવન મળ્યું છે મોંઘુ તો જીવી જવાના, દુર્ગમ પહાડો વચ્ચે પણ અમે રસ્તો કરી જવાના છીએ. હનુમાનજી મહારાજના જીવનમાંથી એકજ વસ્તુ શીખવાની છે પરિસ્થિતિ કોઈ પણ હોય, પ્રશ્ન કોઈ પણ હોય પોતાનો આનંદ, પાતાની મસ્તી અને પોતાની ખુશી ક્યારેય ખોતા નથી. હનુમાનજી કોઈને મારે તો પણ હસતા હસતા મારે એટલે સામેવાળાને દુ:ખ ન લાગે માણસનો સ્વભાવ માણસની મહાનતા નક્કી કરે છે. હનુમાનની ચિઠ્ઠી 33 કરોડ દેવતાઓ પાસે ચાલે છે. જે વ્યક્તિને કંઈ નથી જોતું તે સહેનશાહ હોય છે. વિશ્વમાં એકજ વ્યક્તિ એવો છે જેણે કોઈની પાસે માંગ્યું નથી પરંતુ આપ્યું છે તે એટલે હનુમાન. તેણે બધાનું કામ કર્યું. વ્યક્તિને ગ્રહ નહીં તેના પૂર્વગ્રહ નડતા હોય છે. નવ ગ્રહ જે રાવણની કેદમાં હતા તેને મુક્ત કરાવવાનું કોઈએ કામ કર્યું હોય તો તેનું નામ હનુમાન છે. ચાર વેદને પણ મુક્ત કર્યા. બેનો જન્મ જેલમાં થયો. એક ભગવાન કૃષ્ણ અને બીજો હનુમાન ચાલીસાનો જન્મ જેલમાં થયો છે. સૃષ્ટીનું સર્જન થયું ત્યારે કોઈ ફોરન રીટન હોય તો તે મારા હનુમાન પહેલા હતા. પહેલા તો વિદેશથી પરત આવતા ત્યારે તેનું મહત્વ વધી જતું હતું. ભારતમાં પહેલા ફોરન રિટર્નની વેલ્યુ બહુ હતી. સ્વામી વિવેકાનંદને પહેલા કોઈ ઓળખતું ન હતું પરંતુ અમેરિકા જઈને આવ્યા એટલે મૈસુરના સમ્રાટે સોનાના રથમાં બેસાડી પોતે રથ હાક્યો હતો. એજ સ્વામી હતા. મારો હનુમાન તો લાખો વર્ષ પહેલા ફોરન રિટર્ન છે હનુમાનજી બધાના રોલ મોડલ છે. તેના જેવું કોઈ મેનેજર નહીં, એના જેવો કોઈ ભક્ત નહીં, એના જેવો કોઈ દાસ નહીં, એના જેવો સંગીતકાર કોઈ નહીં, એના જેવું નૃત્ય કોઈને ન આવડે, એના જેવો વિદ્યાન કોઈ નહીં, એના જેવો કોઈ વક્તા નહીં. નાની નાની મુશ્કેલીમાં માતા યાદ આવે છે, પરંતુ મોટી આફતમાં પિતા યાદ આવે છે. દિકરીને પિતા સાથે પ્રેમ હોય અને દિકરાને માતા સાથે પ્રેમ હોય. દિકરો પિતા કરે એમ કરે છે જ્યારે દિકરી માતા કરે એમ કરે છે. દિકરો જો ખરાબ શબ્દો બોલે તો તેમા વાંક પિતાનો છે. સંતાનો બહારથી ઓછું અને ઘરમાંથી વધારે શીખે છે પિતા એક એવું ક્રેડિટકાર્ડ છે જ્યાં તમારા બેલેન્સ વગર પણ અઢળક ખુશીઓ મળે છે. તમારું જીવન એવું ન હોય ન હોય કે તમારા ઘરવાળા તમારાથી થાકી જાય. આપણે એટલી મસ્તીથી રહીએ, એટલા હળવા ફૂલ રહીએ, પાણીની જેમ વહેતા રહીએ ખળખળ આનંદ કરતા રહીએ. આપણે આપણી પાસે શું છે તેના કરતા બીજા પાસે શું છે તેનો વિચાર વધારે કહીએ છીએ એટલે દુ:ખી છીએ કોઈ આપણા વિશે શું વિચારે છે એ પણ આપણે વિચારીશું તો તે શું કરશે. તમે તમારી ખુબીઓ શોધ, ખામીઓ શોધવા માટે લોકો છે. સપના જોવા છે તો ઉચા જો, કારણ કે નીચા દેખાડવા માટે લોકો છે. અહીંથી શું લઈ જવું છે. આનંદથી રહો. હનુમાનના સાહસ અને ચતુરાઈની કથા પણ વર્ણવી હતી કેવી ચતુરાઈથી રાવણ પાસે રહેલા તેના મોતનું તીર લાવીને રામના બાથામાં મુક્યું.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.