દાબેલીના કાઉન્ટરમાં દારૂનું વેચાણ. - At This Time

દાબેલીના કાઉન્ટરમાં દારૂનું વેચાણ.


વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બંધ પડેલ દાબેલીના કાઉન્ટરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા શખ્સ અને દારૂ ખરીદવા પહોંચેલા બે ગ્રાહક સહિત ત્રણ શખ્સોને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૂના જથ્થા સાથે 53 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે . બનાવ સંદર્ભે વારસિયા પોલીસે ત્રણેય શખ્સોની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી વોન્ટેડ બુટલેગર બંધુઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે . આ અંગેની વિગત એવી છે કે , પીસીબી પોલીસ ટીમના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે , વારસિયા વિસ્તારની સંત કવર કોલોનીમાં રહેતો પ્રેમ સેવકરામ પહેલવાણી તથા તેનો ભાઈ ગિરીશ સેવકરામ પહેલવાણી નોકર રાખી ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે . તેમના મકાન પાસે આવેલી દાબેલીના બંધ કાઉન્ટરમાં દારૂનો જથ્થો છે . જે જથ્થો નોકર મનોજ ઉર્ફે ચુપ્પી લાલવાણી ( રહે - વાસવાણી કોલોની , વારસિયા ) ગ્રાહકોને વેચાણ કરે છે . તેમજ પ્રેમ અથવા ગિરીશ ફોન થકી જાણ કરે તો મનોજ એક્ટીવા ઉપર દારૂનો જથ્થો પહોંચાડી પણ આપે છે . હાલ દાબેલીના કાઉન્ટર પાસે મનોજ નંબર વગરની એકટીવા ઉપર બેઠો છે . તેમજ ગિરીશની એકટીવા પણ ત્યાં પાર્ક છે . જેના આધારે પોલીસે દરોડો પાડી મનોજ અને સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા . દારૂ ખરીદવા આવેલ શખ્સ જગન્નાથ પ્રકાશભાઈ દેશલે ( રહે - રુક્ષ્મણીવિલા એપાર્ટમેન્ટ , બારોટ મહોલ્લો , સલાટ વાળા ) અને પંકજ કિશોરકુમાર ખેમચંદાની ( રહે - સાકેત ફ્લેટ , ન્યુ વીઆઈપી રોડ ) હોવાનું બહાર આવ્યું હતું . જ્યારે દાબેલીના કાઉન્ટરના નીચેના ભાગેથી દારૂનો જથ્થો ભરેલા ત્રણ થેલા મળી આવ્યા હતા . પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી મનોજે કબુલાત કરી હતી કે , આ દારૂનો જથ્થો શેઠ પ્રેમ તથા ગિરીશ લાવે છે . અને પ્રતિદિન રૂ . 700 લેખે મને વેતન ચૂકવે છે . ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ તથા પાઉચ નંગ 67 અને બિયરના નંગ 10 ટીન તથા નંગ 03 મોબાઈલ ફોન મળી કુલ રૂ . 53 , 375 નો મુદ્દામાલ કબજે કર્યો હતો . જ્યારે એક્ટિવા માંથી દારૂનો જથ્થો ન મળી આવતા કબ્જે કર્યા નથી , પરંતુ માલિકીની ખરાઈ અંગે બંને વાહનો વારસિયા પોલીસને સોંપ્યા છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.