મહિસાગર : કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ૨ થી ૮ ઓકટોબર સુધી"વન્ય પ્રાણી સપ્તાહ" ની ઉજવણી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ૨ થી ૮ ઓકટોબર સુધી”વન્ય પ્રાણી સપ્તાહ” ની ઉજવણી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ૨ થી ૮ ઓકટોબર સુધી"વન્ય પ્રાણી સપ્તાહ" ની ઉજવણી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી.

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડીયાર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઇ ડિંડોરે ઘોડિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ૨ થી ૮ ઓકટોબર સુધી કરવામાં આવતા "વન્ય પ્રાણી સપ્તાહ" ની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.

આ કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયામાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો થકી માનવ જીવનમાં વન્ય જીવો નું મહત્વ સમજાવી સાથે પર્યાવરણની જાળવણી કરવા માટે સૌને અપીલ કરી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રીબાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મહીસાગર નાયબ વન સંરક્ષક શ્રી એન. વી. ચૌધરીસાહેબ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રીમતી એમ. ડી. જાની, તાલુકા મંડળના મહામંત્રી શ્રી કે. પી. ડામોર સહીત લોકો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.