માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ – ૫૧ કુંડી શતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન
માળીયા હાટીના તાલુકાના પવિત્ર ગળોદર ગામમાં તા. 18 એપ્રિલ, 2025થી શ્રી પીઠળ માતાજીના પાવન સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ગળોદર, જાનડી, સરકડીયા, વાંદરવાડ, વડાળા સહિતના વિસ્તારના શ્રદ્ધાળુ સિંધવ પરિવાર દ્વારા આ આધ્યાત્મિક મહોત્સવ યોજાયો છે.
આ પવિત્ર પ્રસંગે રોજ સવારે 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 કલાકે શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન થશે. આ કથા રાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય, ભાગવતાચાર્ય શ્રી શ્યામ ઠાકર દ્વારા સંગીતમય અને મનમોહક શૈલીમાં સંભળાવવામાં આવશે.
આ ઉપરાંત 23 થી 25 એપ્રિલ દરમિયાન ૫૧ કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજિત કરાયું છે, જેમાં યજ્ઞાચાર્ય વિપુલદવે ની અધ્યક્ષતામાં વૈદિક ઢબે યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવશે.
કથાના પ્રથમ દિવસે શ્રી પીઠળ માતાજીના મંદિરથી વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા યોજાણી હતી અને બાદમાં મંડપમાં પોથી પધરામણી બાદ વિધિવત પૂજન અને કથા આરંભ કર્યો.
કથાવાર્તા દરમિયાન નૃસિંહ જન્મ, વામન અવતાર, રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજન અને રૂક્ષમણી વિવાહ જેવા પવિત્ર પ્રસંગોની ભક્તિભાવથી ઉજવણી થશે.
તા. 24 એપ્રિલ, 2025ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયા આહીર અને લોકપ્રિય ગાયક ભરતદાન ગઢવી સહિત જાણીતા કલાકારો પોતાના મનમોહક કાર્યક્રમો રજૂ કરશે.
સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ ગામોની ધૂન મંડળીઓ ભક્તિભાવથી દર્શકોને રંજાવશે. તેમજ અનેક ધામોના સંતો, મહંતો તથા પીઠળ માતાજીના આશીર્વાદરૂપે આઇ મા એ પધારી શ્રદ્ધાળુઓને આશીર્વચન આપશે.
આ પાવન પ્રસંગે સર્વે ધાર્મિક પ્રેમીઓ, ભાવિક ભક્તો તથા સમાજજનોએ વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી આધ્યાત્મિક આનંદનો લ્હાવો લેવા સિંધવ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા માળીયા હાટીના
મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે
