મોડાસા કેળવણી મંડળ સંચાલિત સંસ્થા માં માતૃભાષા મહોત્સવ 2025 કાર્ય શાળાનું શુભ પ્રારંભ. - At This Time

મોડાસા કેળવણી મંડળ સંચાલિત સંસ્થા માં માતૃભાષા મહોત્સવ 2025 કાર્ય શાળાનું શુભ પ્રારંભ.


ધીરે ધીરે આપણી ગુજરાતી ભાષા લુપ્ત થતી જતી જાય છે. ત્યારે સર્વોદય સ્કૂલ મોડાસામાં ખુબ સરસ માતૃભાષા મહોત્સવ 2025 ના કાર્ય શાળામાં સારું એવું આયોજન કરેલ હતું.તે આજે શુભ પ્રારંભ થયું. મોડાસા કેળવણી મંડળ સંચાલિત કે. એન.શાહ સર્વોદય અને કલરવ શાળાનો ધોરણ 9 અને ધોરણ 11 ના 60 જેટલા બાળકો આ કાર્યશાળામાં જોડાયા ગુજરાત સાહિત્ય અકાદમી તથા આનંદાલઇને સર્જનનો આનંદ અને આનંદના સર્જનના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સંવર્ધન કાર્ય શાળાના શુભ પ્રારંભ 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. આ દસ દિવસની કાર્યશાળામાં માતૃભાષાને સજ્જતાની અનેકવિધ પ્રવૃત્તિઓ લેખન કાર્ય વાંચનનું મહત્વ પુસ્તક પુસ્તકાલયની મુલાકાત સર્જનાત્મક લેખક નિબંધ વાર્તા કાર્ય સર્જક સાથે સંવાદ પુસ્તક સમીક્ષા ફિલ્મ સમીક્ષા જેવી ભાષાકીય પ્રવૃત્તિઓ સંબોધન અને માતૃભાષા નિષ્ણાંત ડોક્ટર સંતોષ દેવકર, કામિનીબેન ભાવસાર, મીનાબેન બ્રહ્મભટ્ટ, તન્વી કડિયા, ડોક્ટર બ્રિજેશભાઈ ચંદ્રરાવ,કિરણભાઈ પટેલ, તન્મય પ્રજાપતિ,ઈશ્વરભાઈ પ્રજાપતિ,કલ્પેશભાઈ બારોટ,પોતાની અનુભવી થકી બાળકોને જ્ઞાન સંબોધશે છે. આ કાર્ય શાળાના ઉદ્ઘાટન પ્રસંગે મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહ માતૃભાષાનું જીવનમાં તથા વ્યક્તિના વિકાસમાં આગવું સ્થાન છે.ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ધીરજભાઈ પ્રજાપતિ, કે.કે.શાહ કો.ઓડીર્નેટર આર.સી.મહેતા ભગિની સંસ્થાના આચાર્ય મનીષભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યશાળા ના મુખ્ય સંયોજક તરીકે સેજલબેન ઠેકડી એ સમગ્ર 10 દિવસની રૂપરેખા કાર્યશાળાની રજૂ કરી હતી. શાળાના સ્ટાફ મિત્રોએ પણ ખુબ સહકાર આપ્યો હતો. કાર્યનું સંચાલક છાયાબેને કર્યું હતું.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image