ચંદ્ર પર પહોંચ્યું ભારત છતાં નિર્દોષ પ્રાણી, પક્ષીના અપાઈ રહ્યા છે બલી - At This Time

ચંદ્ર પર પહોંચ્યું ભારત છતાં નિર્દોષ પ્રાણી, પક્ષીના અપાઈ રહ્યા છે બલી


ચંદ્ર પર પહોંચ્યું ભારત છતાં નિર્દોષ પ્રાણી, પક્ષીના અપાઈ રહ્યા છે બલી

ભારતમાં કેટલાક ધૃણાસ્પદ અને જંગલી વિધિ વિધાનો હજારો વર્ષોથી ચાલી રહ્યા છે તેમાં પ્રમુખ સ્થાને બલી છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે કે માતા અસલી કપટ રાજી થશે તેવી ભ્રામક માન્યતાથી આજે પણ બકરો, ઘેટાં, ભેંસ, પાડા, મરઘાં જેવા અબોલ જીવોની બલી અપાઈ રહી છે. બલી માટે પ્રોત્સાહન આપનારા ભુવાને પ્રાણીનું માંસ ખાવા સતત મળે તેવો સ્વાર્થ હોય છે.જ્યારે ભુવા પકડાય છે ત્યારે તેણે હજારો બલી આપ્યાની કબુલાત કરતા જોવા મળે છે. કલકત્તામાં કાલી મંદિરમાં અપાતી બલીથી મહાત્મા ગાંધી અત્યંત વ્યથિત થયા હતા અને તે બંધ કરવા મૃત્યુ સુધીના ઉપવાસની તૈયારી કરી હતી. તેમાં કમનસીબે આજ સુધી કોઈ જ સફળતા મળી નથી. પ્રાણીની અંતિમ બલી અપાશે ત્યાં સુધી આપણને સંસ્કૃતિ કે પ્રગતિનું અભિમાન કરવાનો અધિકાર નથી.ઘી ગુજરાત પ્રાણી - પક્ષી બલી (પ્રતિબંધ) અધિનિયમ 1972 અનુસાર કલમ ૩ - ગુજરાતમાં પ્રાણી કે પક્ષીના બલિદાન પર પ્રતિબંધ છે. કલમ 6 - બલી આપનારને ૬ મહિના કેદ અથવા રૂા. ૫૦૦/- દંડ અથવા બંને શિક્ષા. બલીમાં મદદગારી કરનાર / પ્રોત્સાહન આપનાર / ભુવા-પૂજારીને ત્રણ માસની કેદ અથવા રૂા. ૩૦૦/- દંડ અથવા બંને શિક્ષા કરવામાં આવે છે. ભારતમાં ફક્ત ૬ રાજ્યોમાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં બલી પ્રતિબંધ કાયદા છે.જેમાં (૧) ગુજરાત, (૨) મહારાષ્ટ્ર, (3) રાજસ્થાન, (૪) આંધ્રપ્રદેશ, (૫) કટક, (૬) કેરાલા અને (૭) પોંડિચેરીનો સમાવેશ થાય છે. ૨૩ રાજ્યો તથા ૫ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવો કાયદો આજ સુધી બન્યો નથી.
પશુ બલીનાં વિરોધમાં નીચેના પગલાંઓ લઇ શકાય છે :
તમારા જિલ્લામાં આપાતી બલીની માહિતી એકઠી કરો. બલી આપનારને - અપાવનારને સમજાવો. જરૂર પડે સ્થાનિક પોલીસને સ્થળ પર બોલાવો. (પોલીસ કંટ્રોલ નં. ૧૦૦ હંમેશા ઉપયોગી થશે.) તમારા મોબાઈલથી ગુનાહિત પ્રવૃત્તિના ફોટા લઈ લો. સ્થાનિક વર્તમાનપત્રમાં બલીની ઘટના આપો. તમારા વિસ્તારના એમ.એલ.એ./ એમ.પી. નો સંપર્ક કરો. પોલીસ તંત્ર અને જિલ્લા કલેક્ટરને માહિતી આપો. તમે જાતે ફરિયાદી બની એફ.આઈ.આર. નોંધાવો. બલીના કાયદાની જાણકારી અને દંડની માહિતી આપતું બોર્ડ બનાવી સ્થળ પર મુકાવો. જે સમાજ બલી આપતો હોય તેના જ્ઞાતિના મંડળનો સંપર્ક કરી તેને પાછા વાળો.તમારી પાસે કોઈ પણ જાણકારી હોય તો અહિંસા મહાસંઘ, ૧૦૧૪–૧૦૧૫, એ-બ્લોક, આત્મા હાઉસ, જુની. આર.બી.આઈ. સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ફોન નં.(૦૭૯)-૩૦૦૨૧૩૬૪ પર સંપર્ક કરવા અંહિસા મહાસંઘની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.