ગુજરાત ગાર્ડિયન કંપનીનાં CSR ઈનીશીયેટીવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કોંઢ ગામે વોકેશનલ સ્કીલ તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો. - At This Time

ગુજરાત ગાર્ડિયન કંપનીનાં CSR ઈનીશીયેટીવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કોંઢ ગામે વોકેશનલ સ્કીલ તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો.


ગુજરાત ગાર્ડિયન કંપનીના સહયોગથી વાલીયા તાલુકાનાં કોંઢ ગામે બ્યુટીકેર આસીસ્ટન્ટ અને આસીસ્ટન્ટ ડ્રેસમેકરની સ્કીલ તાલીમ વર્ગોનો શુભારંભ કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આજરોજ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપનીના મેનેજમેંટ તરફથી શ્રી યતિનભાઈ છાયા, પૂજા ગુપ્તા,આશિષ રાણા, પરાગ શાહ, નાઝનીન શેખ અને ગામનાં આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાનના નિયામક ઝયનુલ આબેદીન સૈયદે આજના યુગમાં કૌશલ્યદક્ષ તાલીમની જરૂરીયાત ઉપર ભાર મુકી જીવનમાં સ્વરોજગારી પ્રેરિત આ પ્રકારની તાલીમ થકી ગ્રામીણ બહેનો આવકનો શ્રોત બની પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. આ પ્રકારની વિવિધલક્ષી કૌશલ્ય તાલીમ થકી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીનાં કૌશલ ભારત કુશલ ભારતના સ્વપ્નને સાકાર કરી બહેનો આત્મ નિર્ભર બનશે. આ પ્રસંગે ઉપસ્થીત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા દરેક તાલીમ ઈચ્છુક બહેનો નિયમિત તાલીમ પ્રાપ્ત કરી પોતાના કુટુંબને આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેવી અભ્યર્થના સેવી હતી. જેએસએસ દ્વારા નિષ્ણાંત તજજ્ઞો વિભાબેન લાડોલા તથા મનિષાબેન પટેલને અહીં તાલીમની જવાબદારી સુપ્રત કરી હતી.
અંતે ફિલ્ડ કો.ઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલિયા દ્રારા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતી કરી હતી.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image