હિંમતનગરની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ
હિંમતનગરની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ:
રાત્રે 1:00 વાગ્યા આજુબાજુ લાગેલી આગ પર 25 થી 30 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબુમાં લીધી
હિંમતનગરના ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી.
સોમવારે રાત્રે ફેક્ટરીના બહારના ભાગમાં અચાનક આગ લાગી હતી.
ફેક્ટરીના બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ગાંભોઈ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી
હિંમતનગર ફાયર વિભાગની બે ટીમ એક મિની અને એક બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે
ફાયર વિભાગની ટીમોએ સવાર સુધી ચાર થી પાંચ કલાકથી વધુ સમય સુધી કામગીરી કરી હતી.
આ દરમિયાન હજારો લીટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. ફરીથી આગ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે વધુ એક બ્રાઉઝર બોલાવ્યું હાલમાં ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિ ને કાબુમાં લીધી હતી
એડિટર ઝાકીર હુસેન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
