બરવાળા ,ધંધુકા, લીંબડી તથા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી થયેલ કુલ-૭ (સાત) મોટર સાયકલ ની ચોરીનો ભેદ ઉકલેતી બરવાળા પોલીસ ટીમ
જિલ્લામાં બનતી વાહન ચોરી અટકાવવા સારું બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. સી .ભરવાડ તથા એ.એસ.આઇ શીવાંગકુમાર હર્ષદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચતુરભાઈ બાવલીયા તથા હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દશરથદાન ખેતદાન તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ હરજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રતાપસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાણપુર રોડ ઉપર એક મોટરસાયકલ માં ત્રણ સવારીમાં અમુક ઈસમો નીકળતા જેને થોભાવાનું કહેતા પોલીસને જોઈ ભાગવા જતા સદર મોટરસાયકલ નો પીછો કરી પકડી પાડી મોટરસાયકલ ના આધારે પુરાવા તથા કાગળો બાબતે યુક્તી પ્રયુક્તિ થી પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય સંતોષકારક જવાબ આપે શકેલ નહીં જેથી ત્રણેય ઈસમોએ મોટર સાયકલ ચોરી કરી અથવા કોઈ છળ કપટ થી મેળવેલ હોવાનો શક જતા મોટર સાયકલ સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબ્જે કરી ત્રણેય ઈસમો પૈકી અક્ષેજભાઇ ઉર્ફે જાની રહીમભાઈ મારુ જાતે ધાચી મુસ્લિમ ઉ.વ ૧૯ રહે. ધંધુકા સોસાયટી મસ્જિદ પાસે તા. ધંધુકા જી. અમદાવાદ વાળાએ સી.આર.પી.સી .૪૧ (૧) ડી મુજબ ધોરણસર અટક કરેલ તેમજ સાથેના અન્ય બીજા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરો ને ડીટેઇન કરી વધુ પૂછપરછ કરતાં પોતાઓએ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના -૫ મોટર સાયકલ તથા લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારનું ૧ મોટર સાયકલ તથા બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારનું ૧ મોટર સાયકલ પોતાએ ચોરી કરેલા નું કબુલ કરેલ જેથી પ્રાપ્ત કબુલાત મુજબ તપાસ કરતા અલગ અલગ જગ્યાએથી કુલ સાત ચોરીના મોટરસાયકલ જેથી આશરે કુલ કિંમત ૧,૨૫,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત પાડવામાં બરવાળા પોલીસ ટીમ સફળ થયેલ છે.
બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.