ઇડર શહેર માં GSRTC ઇડર ખાતે મજૂર મહાજન યુનિયન પ્રતિનિધિ નો વિદાય સમારંભ યોજાયો... - At This Time

ઇડર શહેર માં GSRTC ઇડર ખાતે મજૂર મહાજન યુનિયન પ્રતિનિધિ નો વિદાય સમારંભ યોજાયો…


સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં રોજ ઇડર ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગર સાહેબ ના અધ્યક્ષ સ્થાને મજૂર મહાજન યુનિયન પ્રતિનિધિ શ્રી રજાકભાઈ મનસુરી વય મર્યાદા ને લઈ આજ રોજ ઇડર ડેપો ખાતે વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ હતું.

જે અંતર્ગત મજુર મહાજન યુનિયન ના કાર્યકરી પ્રમુખ રિયાજભાઈ તથા જનરલ સેક્રેટરી સતિષભાઈ તેમજ ઇડર ડેપો ના આગેવાનો ટી આઈ શ્રી વિક્રમસિંહ તથા નાયકભાઈ મકરાણીભાઈ તેમજ કર્મચારી મંડળ ના વિજયસિંહ તેમજ બી એમ એસ ના કાજી ભાઈ હાજર રહી ને શ્રી મનસુરી ને નિવૃત્તિ ની શુભેચ્છા ઓ પાઠવેલ સમગ્ર પ્રોગ્રામ નું આયોજન મજુર મહાજન યુનિયન ના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ તથા સંગઠન મંત્રી ધવલ ભાઈ સહિત અન્યવે સ્ટાફ મિત્રો સહિત ભીની આંખે રજાકભાઇ ને વિદાય આપેલ હતી.

રિપોર્ટર , હસન અલી ઇડર(સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon