અરવલ્લીનાં ખોડંબા ખાતે આવેલ નીઓન ફયુલ લિ. (NEONFLA LTD) માંમોકડ્રીલ યોજાઈ. - At This Time

અરવલ્લીનાં ખોડંબા ખાતે આવેલ નીઓન ફયુલ લિ. (NEONFLA LTD) માંમોકડ્રીલ યોજાઈ.


અરવલ્લી જિલ્લા ક્રાઇસીસ ગૃપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી પાસેના ખોડબા ખાતે આવેલ નીઓન ફ્યુલ લિ. (NEON FEEL LTD) ફેક્ટરી ખાતે તા.૨૯/૦૩/૨૦૨પ ના રોજ ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કારખાનામાં LPG ગેસ જેવા અતિ જ્વલનશીલ ગેસનું ટેન્કર અનલોડીંગ કરતી વખતે લીકેજ થયેલ અને ગેસને સ્પાર્ક મળતા લાગેલ આગને કાબુમાં કરવા માટેનું સફળતાપૂર્વક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સંભવિત ઈમરજન્સીના સંજોગોમાં અગમચેતીના પગલા રૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ અને રાહત મળી રહે તેમજ સતર્કતાનું માપદંડ ચકાસવા આ પ્રકારના મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. નીઓન ફયુલ લિ. (NEON FLUEL LTD) માં યોજેલ મોકડ્રીલમાં આગને કાબુમાં લેવા, સ્ટોરેજ ટેન્ક દ્વારા પાણીનો મારો મારવામાં આવેલ. આ સાથે મોડાસા નગરપાલિકા ફાયરબ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા તબીબી સારવાર તેમજ ઈજા પામેલ કર્મચારીને ઇમરજન્સીમાં તુરંત એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને પહોંચાડવાની ક્રમબદ્ધ કામગીરી સફળ રીતે કરી હતી.

મોક્ડ્રીલમાં ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરફથી નાયબ નિયામકશ્રી જે. બી. બોડાત, ડીઝાસ્ટર મામલતદાર શ્રી વાય.પી.ગઢવી, જિલ્લા પ્રોજેક્ટ ઓફીસરશ્રી બ્રિજેશસિંહ મહીડા તથા ફાયર ઓફીસર શ્રી હેમરાજભાઈ અને ફેક્ટરીનાં સંસ્થા તરફથી સ્ટાફગણ ,શ્રમયોગીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image