મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” - At This Time

મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ”


પ્રાપ્ત માહિતી મુજબ મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ તારીખ-૨૦/૦૯/૨૦૨૨ સ્થળ- મહારાષ્ટ્ર સમાજ હોલ, સરદારનગર સમય -૧૧ થી ૦૨ સુધી સવિનય જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને ભાવનગરના મહારાષ્ટ્ર સમાજ હોલ ખાતે મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમનું આયોજન સમર્થન મહિલા સંગઠન અને શક્તિ મહિલા સંગઠન તેમજ ઉત્થાનના સહીયારા પ્રયાસથી કરવામાં આવ્યું વિવિધ સરકારી વિભાગોમાંથી આવેલ અધિકારીશ્રીઓ તરફથી મહિલાઓ પર થતી હિંસા અટકાવવા કાર્યરત જિલ્લા સ્તરીય પરામર્શમા હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું.
1) મહિલા અને બાળ વિકાસ અધિકારી ભાવનગર, શ્રી કીશોરભાઈ કાતરીયા
2) એ.એસ.આઈ. ઘોઘારોડ પોલીસ સ્ટેશન, શ્રી પી.જે.ભટ્ટ
3) સુપ્રીટેનેટેંટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રી રાજેશ્વરી મહેતા
4) જિલ્લા બાળ સુરક્ષા એકમ પ્રોટેક્શન ઓફિસર, શ્રી જયશ્રીબેન રહેવર
5) નારી અદાલત જીલ્લા કોર્ડીનેટર, શ્રી ધારા ભટ્ટ
6) સખી વનસ્ટોપ કેસ વર્કર, શ્રી જયશ્રીબેન ડોડીયા
7) નારી અદાલત તાલુકાકોર્ડીનેટર, શ્રી હેતલબેન રાઠોડ
8) નારી અદાલત તાલુકાકોર્ડીનેટર, શ્રી રમીલાબેન કોકણી
9) PBSC શ્રી રીનાબેન વાઘેલા
10) 181 કાઉંસીલર શ્રી પુજાબેન ચુડાસમા
11) નારી અદાલત તાલુકાકોર્ડીનેટર શ્રી લીનાબેન રાઠોડ
આ કાર્યક્રમમાં સમર્થન મહિલા સંગઠન અને શક્તિ મહિલા સંગઠનનિ મહિલા ન્યાય સમિતિ અને ગ્રમ્ય સંગઠન્ના અનુભવના આધારે ઉપસ્થિત સરકારી અધિકારીઓ સમક્ષ કેટલીક ભલામણો કરવામાં આવી.
1) ૧૮૧ વાન મહુવા તાલુકાસ્તરે મુકવામાં આવે.
2) મહિલાઓ પર થતી હિંસાને અટકાવતા માળખાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સંવેદનશીલ ભાષા તેમજ વર્તનની ભલામણ.
3) મહિલાઓ પર થતી હિંસાને અટકાવતા માળખાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓની નારીવાદ દ્ર્સ્ટીકોણ અને મુલ્યો પર તાલીમ કરવી.
4) આ પ્રકારના પરામર્શ કાર્યકમ દર ચાર મહિને યોજાય જેથી ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સહીયારો પ્રયાસ કરવો.
કાર્યક્રમમાં આમંત્રિત ભાવનગર મહિલા અને બાળ વિકાસ અધિકારી કીશોરભાઈ કાતરીયા અને અન્ય અધિકારીઓ દ્વારા આ ભલામણો સ્વીકારવામાં આવી અને આ બાબતે કાર્યકરવાની બાંહેધરી આપી.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા.જી, ભાવનગર
Mo.7567026877
Mo.9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.