લાઠીદડની સ્કાય સ્પિનટેક્ષ કંપનીમાં કામ કરતાં મહિલા કામદારોએ લીધા અચૂક મતદાન કરવાના શપથ - At This Time

લાઠીદડની સ્કાય સ્પિનટેક્ષ કંપનીમાં કામ કરતાં મહિલા કામદારોએ લીધા અચૂક મતદાન કરવાના શપથ


લાઠીદડની સ્કાય સ્પિનટેક્ષ કંપનીમાં કામ કરતાં મહિલા કામદારોએ લીધા અચૂક મતદાન કરવાના શપથ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાનો મત આપીને લોકશાહીના અવસરને ખરેખર સાર્થક બનાવે તે હેતુસર બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહના વડપણ હેઠળ કાર્યરત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બોટાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃત્તિ અંગેના વિવિધ કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારીશ્રી કે.બી.રમણાએ આજે બોટાદના લાઠીદડ સ્કાય સ્પિનટેક્ષ કંપની ખાતે જાત મુલાકાત લઇને મહિલા કામદારોને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવ્યાં હતાં.
આ વેળાએ માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારીશ્રી કે.બી.રમણાએ લોકશાહીના મહાપર્વમાં અચૂક ભાગ લેવો જોઇએ તેમજ મતદાનના દિવસે બૂથ પર જઈ પોતાનો મત આપવા જણાવ્યું હતું. મતદાનના દિવસે શ્રમિકો/કામદારો મતદાન કરી શકે તે અંગેની વ્યવસ્થા પણ કરવામાં આવશે જે બાબતે તમામ કામદારોને માહિતગાર કરાયાં હતા. શ્રી રમણાએ તમામ કામદાર મહિલાઓને તેમને મતદાનનું મહત્વ સમજાવીને તેમના વતન કે વિસ્તારમાં અચૂકપણે મતદાન કરવા અપીલ કરી હતી. આ અવસરે જિલ્લા માહિતી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓએ પણ અચૂક મતદાનના શપથ લીધા હતાં.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.