શ્રી અમિતભાઇ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના પ્રથમ પદવીદાન સમારંભમાં શુભેચ્છાઓ પાઠવામાં આવી - At This Time

શ્રી અમિતભાઇ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના પ્રથમ પદવીદાન સમારંભમાં શુભેચ્છાઓ પાઠવામાં આવી


શ્રી અમિતભાઇ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના પ્રથમ પદવીદાન સમારંભમાં શુભેચ્છાઓ પાઠવામાં આવી...

આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન. શ્રી અમિતભાઇ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના પ્રથમ પદવીદાન સમારંભમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી તેમને ઉજ્જવળ અને શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવામાં આવી...

આ પ્રસંગે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીના વરદ હસ્તે યુનિવર્સિટી કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના માન. મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારો-આગેવાનો તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા....

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.