અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ…
અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ...
(ગુજરાતભરમાથી સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઇઓ - બહેનો ઉમટી પડશે )
( સંઘના સ્થાપક , બરોડાના પૂર્વ મેયર , પૂર્વ ધારાસભ્ય, પૂર્વ નિગમના ચેરમેન દલસુખભાઈ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતી )
અયોધ્યામા ભગવાન શ્રીરામ નુ મંદિર બંધાય અને હિન્દુ ધર્મ ના આસ્થાનુ પ્રતીક એવા ભગવાન શ્રીરામ અયોધ્યામા બિરાજે તે સમગ્ર દેશની લાગણી હતી ત્યારે અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્રારા પણ મનોમન નક્કી અને સંકલ્પ કરેલ હતો કે જ્યારે અયોધ્યામા ભગવાન શ્રીરામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય ત્યારબાદ ડાકોર , અંબાજી , દ્રારકાધીશ , ચોટીલા અને સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવુ જેનાભાગરુપે સમસ્ત પ્રજાપતિ સમાજને એકતાંતણે બાંધનાર અને ગુજરાતમા પ્રજાપતિ નામે એકની ઓળખ કરાવનાર વડોદરાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર અને અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક દલસુખભાઇ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થીતીમા બાર જ્યોતિર્લિંગ મા પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ ને ધ્વજારોહણ નો ભવ્ય કાયઁક્રમ આગામી 28 જાન્યુઆરીએ ને સવારે 9:00 કલાકે યોજાનાર છે જેમા ગુજરાતા સહીત ભારતભરના સમસ્ત પ્રજાપતિ સમાજ ના ભાઇઓ તથા બહેનો , સાધુ સંતો , અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે . આ ધ્વજારોહણ કાયઁક્રમ મા સતાધારના મહંત વિજયબાપુ, ભાલકાતીર્થ ના મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુ , પીપળીધામના વાસુદેવ મહારાજ ખાસ આશીર્વચન આપવા પધારશે . જેની તડામાર તૈયારીઓ વસંતભાઈ ચૌહાણ , વિષ્ણુભાઇ પ્રજાપતિ, દામજીભાઇ સતાપરા , મનીષભાઇ વિસાવાડીયા સહીતના કરી રહ્યા છે .ધ્વજારોહણ ના કાયઁક્રમ બાદ સૌ સાથે મળી મહેશ્ર્વરી ભવન ખાતે સમૂહ પ્રસાદનુ પણ આયોજન કરાયુ છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.