જેસર તાલુકાની શ્રી કાંત્રોડી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

જેસર તાલુકાની શ્રી કાંત્રોડી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી


જેસર તાલુકાની શ્રી કાંત્રોડી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે વિજ્ઞાન અને આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી

આ તકે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને તેના વિશે સમજ આપવામાં આવી હતી

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓક્સિજનની બનાવટ, મનુષ્યનું ચેતાતંત્ર,વનસ્પતિ કોષ વગેરે પ્રયોગો રજુ કરીને વિજ્ઞાન મેળાને સફળ કર બનાવ્યો હતો તેમજ સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રિય એવો આનંદ મેળો પણ કરવામાં આવ્યો હતો

જેમાં ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓ બનાવી હતી ત્યારબાદ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું

વિજ્ઞાન તથા આનંદ મેળાની ઉજવણી વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉલ્લાસથી કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું ઉદઘાટન શાળાના આચાર્ય ભારતીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશાલભાઈ ખેરાળા, યુવરાજસિંહ સરવૈયા, અલ્પેશભાઈ લાધવા, મુકેશભાઈ ગોહિલ,ભારતીબેન ચૌહાણ તથા દક્ષાબહેને સહકાર આપ્યો હતો

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા શાળાના શિક્ષક દક્ષાબેન મેઘનાથી દ્વારા તૈયાર કરવામાં આવી હતી તથા તેઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.