૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીની કામગીરી અંગે ૬૯૨ પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસરોને તાલીમ અપાઈ - At This Time

૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીની કામગીરી અંગે ૬૯૨ પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસરોને તાલીમ અપાઈ


તાલીમાર્થીઓને ઇવીએમ-વીવીપેટનાં સંચાલનની કામગીરી અંગે માહિતગાર

બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે આજે શ્રીમતી આર.એ.કળથીયા વિદ્યાભવન ખાતે ૬૯૨ જેટલાં પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસરોને ફેઝ- ૨ નો તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં ૩૬૦ જેટલાં પ્રિસાઇડીંગ ઓફીસરોને સવારે અને ૩૩૨ પોલીંગ ઓફિસરોને બપોર બાદ ઇવીએમ અને વીવીપેટ તેમજ ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ વર્ગમાં આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી જી.શ્રીકાંતે ઉપસ્થિત રહી પ્રશ્નોતરી દ્વારા ચૂંટણીની કામગીરી વિશે વધુ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ તાલીમમાં માસ્ટર ટ્રેનર શ્રી શરદભાઇ પીપાવત, શ્રી કિરણભાઇ પીપાવત, શ્રી ચંદ્રેશભાઇ મંડીર અને શ્રી પીનાકીનભાઇ જોષી દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

૧૦૭-બોટાદ મતદાર વિભાગનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણી, બોટાદ (સીટી) મામલતદારશ્રી મકવાણા અને બોટાદ (ગ્રામ્ય) મામલતદારશ્રી એન.આઇ.બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.