બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે ૬૨ જેટલા ઝોનલ/આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરઓને મતદાર જાગૃત્તિ અંગે કરાયાં તાલીમબધ્ધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cykctsvjixfb1vpq/" left="-10"]

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે ૬૨ જેટલા ઝોનલ/આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરઓને મતદાર જાગૃત્તિ અંગે કરાયાં તાલીમબધ્ધ


જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે રીતનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની જાહેર અપીલ

બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહે આજે શ્રીમતી આર.એ.કળથીયા વિદ્યાભવન ખાતે ૧૦૭- બોટાદના ૬૨ જેટલાં ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે ઉક્ત તાલીમમાં બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ વાઇઝ નોંધાયેલ મતદારોની સંખ્યા, મતદાન મથકો, સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથકો, સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથકો, મોડેલ પોલિંગ સ્ટેશન, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, સમર્પણ બુથ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવેલી મતદાન મથકો અંગેની માહિતી મેળવી મતદાન સમયે બજવવાની થતી કામગીરી માટે શું શું તકેદારી અને ચોક્સાઈ રાખવી જોઈએ જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ તાલીમમાં જિલ્લાના માઇગ્રેટ થયેલા મતદારો મતદાનથી વંચિત ન રહે તે માટે તેવા મતદારોની વિગતો મેળવી સંપર્ક સાધવા, વર્ષ-૨૦૧૭ ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં ઓછુ મતદાન થયું છે તેવા વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય તેમજ આ વિધાનસભા ચૂંટણીમાં બોટાદ જિલ્લો મોખરાનું સ્થાન હાંસલ કરે તે રીતનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને સુચનો કર્યાં હતા..

૧૦૭-બોટાદ મતદાર વિભાગનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણીએ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે ચર્ચા કરી હતી. આ વેળાએ બોટાદ (સીટી) મામલતદારશ્રી મકવાણા અને બોટાદ (ગ્રામ્ય) મામલતદારશ્રી એન.આઇ.બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]