ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં તાલીમ મેળવી JNV પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ગૌરવ વધાર્યું - At This Time

ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં તાલીમ મેળવી JNV પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ગૌરવ વધાર્યું


ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં તાલીમ મેળવી JNV પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ગૌરવ વધાર્યું

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ન્યુ પાર્થ એકલવ્ય - નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય મોડેલ રેસી., સૈનિક શાળા પરીક્ષા,
N.M.M.S, જ્ઞાન સાધના,P.S.E, શિષ્યવૃતિ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ વિનામૂલ્યે આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય - નવોદય તાલીમ કેન્દ્રો સંજેલી - મોરા - સુખસરના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા જણાવ્યું હતું કે બારીયા પૂજાબેન જીતેન્દ્રભાઈએ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવીને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ, સમાજનું, માતાપિતાનું, શાળાનું , શાળા પરિવારનું તેમજ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આમ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા અને મોરા તાલીમ કેન્દ્રથી અશ્વિનભાઈ સંગાડા અને સુખસર કેન્દ્રથી રાજુભાઈ મકવાણાએ બારીયા પૂજાબેન જીતેન્દ્રભાઈ તેમજ તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ સાથે સાથે કાવડાના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, વર્ગ શિક્ષક શ્રી તેમજ શાળા પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો એવી શુભેચ્છા પાઠવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.