ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણના વરદહસ્તે તાલુકા કક્ષાનો મિલેટ મેળો ખુલ્લો મુકાયો - At This Time

ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણના વરદહસ્તે તાલુકા કક્ષાનો મિલેટ મેળો ખુલ્લો મુકાયો


ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણના વરદહસ્તે
તાલુકા કક્ષાનો મિલેટ મેળો ખુલ્લો મુકાયો

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:
ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ અને મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં શ્રી સમસ્ત સતવારા સમાજની વાડી, શ્રી હરીનગરના બગીચા પાસે, થાનગઢ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો હતો. ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણ સહિતના મહાનુભાવોના વરદહસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
 
આ તકે નિષ્ણાતો દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સરદાર પટેલ પુરસ્કાર યોજના, ખેડૂત ખાતેદાર અકસ્માત વિમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના, પ્રાકૃતિક ખેતી અને ગાય આધારીત ખેતી તેમજ રાજ્ય સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓ સહિત મિલેટ ધાન્યના મહત્વ વિષે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ સોનગરા તેમજ ચતુરભાઈ મકવાણા દ્વારા હલકા ધાન્ય પાકોના ફાયદા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામા આવી હતી. આ મેળામાં વિવિધ વિભાગ દ્વારા અદ્યતન યોજનાકીય માહિતી સાથે સ્ટોલનુ પ્રદર્શન કરવામા આવ્યુ હતું.
 
આ કાર્યક્રમમાં થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુનાબેન ચાવડા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી હંસાબેન જવેરભાઈ ઝાલા, અગ્રણીશ્રી નાગજીભાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બોરીચાબેન, મદદનીશ ખેતી નિયામકશ્રી એલ.એ.ઠાકોર, થાનગઢ વિસ્તરણ અધિકારીશ્રી જી.ડી.પરમાર, ચોટીલા તેમજ મુળી તાલુકાના ગ્રામસેવકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.