મહુવા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ તેજઃ 19 કાઉન્સિલરોએ બજેટનો કર્યો વિરોધ, નગરપાલિકા સુપરસીડ થવાની સંભાવના - At This Time

મહુવા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ તેજઃ 19 કાઉન્સિલરોએ બજેટનો કર્યો વિરોધ, નગરપાલિકા સુપરસીડ થવાની સંભાવના


મહુવા (ભાવનગર) નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. નગરપાલિકાના કુલ 36 સભ્યોમાંથી 19 ભાજપી કાઉન્સિલરોએ નગરપાલિકાનું બજેટ નામંજૂર કર્યું છે. પરિણામે બજેટ હજુ સુધી પાસ ન થઇ શક્યું નથી અને હવે નગરપાલિકા સુપરસીડ થવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઇ ભાજપના કુલ 25 કાઉન્સિલરોમાંથી 19 સભ્યોએ આંદોલનરૂપે બજેટનો વિરોધ કર્યો છે. આમાં વોર્ડ નં. 1, 3, 4, 5, 7, 8 અને 9ના સભ્યો સામેલ છે. 22 એપ્રિલે યોજાનારી જનરલ સભામાં જો બજેટ મંજૂર ન થાય, તો નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ બરખાસ્ત થઈ શકે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તમામ 36 સભ્યોને નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે મહુવા નગરપાલિકાને શા માટે સુપરસીડ ન કરવામાં આવે. આ સાથે, 22 એપ્રિલ સુધીમાં લેખિતમાં જવાબ રજૂ કરવાની સૂચના પણ આપવામાં આવી અગાઉ 24 માર્ચે યોજાયેલી બેઠકમાં પણ બજેટ મંજૂર ન થવાને કારણે ભારે હોબાળો થયો હતો. હવે સમગ્ર દ્રષ્ટિ 22 એપ્રિલે યોજાનારી છેલ્લી જનરલ સભા પર ટકેલી છે, જ્યાં નગરપાલિકાનું ભવિષ્ય નક્કી થશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image