અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત ઓપનએજ ગૃપ ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત ઓપનએજ ગૃપ ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.


ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મધ્યઝોન કક્ષાની ઓપનએજ ગૃપ ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અરવલ્લી દ્રારા તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ શ્રી કે.એન.શાહ હાઈસ્કુલ, મોડાસા ખાતે કરવામાં આવેલ છે. જેમાં મધ્યઝોન કક્ષાના ૯ જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ છે, પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થનાર ટીમો રાજ્યકક્ષાએ રમવા જશે.

કાર્યક્રમમાં મહેમાનશ્રી માન.કલેકટરશ્રી, અરવલ્લી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી, અરવલ્લી, અરવલ્લી જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખશ્રી, આચાર્યશ્રી, શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા, આચાર્યશ્રી, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલ, મોડાસા અને રેફરી, ટેકનીકલ ઓફિસીયલ્સ તથા કોચશ્રીઓ ઉપસ્થિત રહીને ખેલાડીઓને જુસ્સો વધાર્યો હતો.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image