માન. મંત્રીશ્રી (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય કક્ષા) દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લી-મોડાસા ની મુલાકાત. - At This Time

માન. મંત્રીશ્રી (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય કક્ષા) દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લી-મોડાસા ની મુલાકાત.


આજરોજ માન. મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર સાહેબશ્રી (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય કક્ષા) દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લી-મોડાસાની મુલાકાત કરવામાં આવી. સંસ્થાની કામગીરી, મહેકમ અને આશ્રિત બાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓની માહિતી મેળવી સંસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત માન. મંત્રીશ્રીના હસ્તે બાળકીઓને ચોકલેટ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અને બાળકીઓ સાથે હળવા વાતાવરણમાં વાતચીત કરી જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરી સફળતા મેળવે તે માટે આશીર્વાદ આપવામાં આવ્યાં. આ મુલાકાત દરમ્યાન ચાઈલ્ડ વેલ્ફેર કમિતીના ચેરમેનશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અને સંસ્થાનો સ્ટાફ હાજર રહી સંસ્થાની કામગીરીથી માન. મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યાં. સમાજ સુરક્ષા પ્રભાગ, ગાંધીનગર, ગુજરાત રાજય દ્વારા તારીખ ૦૯/૦૯/૨૦૧૯ નારોજ મંજુર કરેલ આ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ની કલમ-૫૦ મુજબ ૦૬ થી ૧૮ વર્ષની ઉંમર સુધીના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળી (અનાથ, નિરાધાર, આશ્રય રહિત, માતા-પિતા કે એકવાલી તેની સંભાળ રાખવા સક્ષમ ન હોય તેવા દિવ્યાંગ, ભીક્ષાવૃત્તિવાળા, બાળલગ્ન કરાવેલ, બાળ મજુર, ગુમ થયેલ, શેરીમાં રહેતી, શોષિત, અસાધ્ય રોગથી પીડાતી, માનસિક બિમાર વગેરે) બાળાઓના કેસની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ બાળાઓની કાળજી, સારવાર, શિક્ષણ, તાલીમ, વિકાસ તથા કૌટુંબિક તેમજ સમાજના મુખ્ય પ્રવાહ સાથે મેળવવા અંગેની પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા ઘર જેવા વાતાવરણમાં ભોજન, શિક્ષણ, આરોગ્ય અને તહેવાર ઉજવણી સાથે મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સંસ્થા ૨૪ X ૭ સુધી અધિક્ષકશ્રીના નિરીક્ષણ હેઠળ કાર્યરત છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.